જૂનાગઢમાં HSC સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો તા.28થી થશે આરંભ

Spread the love
  • પરીક્ષાના કેન્દ્રોની આસપાસના કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ

જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૮-૯-૨૦૨૦ થી તારીખ ૬-૧૦-૨૦૨૦ સુધી એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાઓ ૯-૩૦ થી ૧૯-૦૦ કલાક સુધી યોજાનાર છે. આ સંદર્ભે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન અમુક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ અધિક જિલ્લા મેજીસસ્ટ્રેટ દ્રારા બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અન્વયે જિલ્લામાં નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીંગ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ કોપીંગ મશીન ચલાવવા નહિ.

મશીનો દ્રારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કરવી નહી. તથા સદરહું પરીક્ષા કેન્દ્રોમાં કોઇએ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૫ની પેટા કલમ-૩ તથા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!