ડૉ.પાઢની હોસ્પિટલમાં આઇસીયુ-જનરલ વોર્ડ તેમજ ઓશવાળ હોસ્પિટલ સીલ કરાયા

ડૉ.પાઢની હોસ્પિટલમાં આઇસીયુ-જનરલ વોર્ડ તેમજ ઓશવાળ હોસ્પિટલ સીલ કરાયા
Spread the love
  • બન્ને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી શહેરમાં પ્રથમવાર ફાયર બ્રિગેડનું આકરું વલણ

જામનગરમાં અંબર ચોકડી પાસે કોમ્પલેકસમાં છઠ્ઠા માળે ઓફીસના એસીમાં શોકસર્કીટથી આગ લાગી હતી. આ આગની ઘટના બાદ ફાયરબ્રિગેડ હરકતમાં આવ્યું હતું અને કોમ્પલેક્ષમાં આવેલી હોસ્પિટલના આઈસીયુ અને જનરલ વોર્ડને સીલ મારી દીધા હતા. જ્યારે બીજી તરફ દિગ્વિજય પ્લોટમાં આવેલ ઓશવાળ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના સાધનો ન હોવાથી આ હોસ્પિટલ ફાયર બ્રિગેડ દ્વારા સીલ કરાઇ છે.

શહેરમાં અંબરચોકડી પાસે આવેલા ક્રોસ-વે કોમ્પલેકસમાં મંગળવવારે બપોરે ૩.૪૦ વાગ્યા આસપાસ છઠ્ઠા માળે આવેલી કેપટેબ ફાર્મા સર્જીકલ ઇન્સ્ટમેન્ટ ઓફીસમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. છઠ્ઠા માળે ઓફીસમાં આગ લાગી હોય નીચેથી પાણી ઉપર સુધી પહોંચાડવામાં સમય લાગે તેમ હોય ફાયરના જવાનોએ બાજુની ઓફીસમાંથી ડોલ ભરી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. ઓફીસના એસીના વાયરમાં શોકસર્કીટથી આગ લાગી હોવાનું તપાસમાં ખુલ્યું છે. બપોરના સમયે ઓફીસ બંધ હોવાથી જાનહાનિ ટળી હતી.

આગના કારણે એસીનું વાયરીંગ બળી ગયું હતું. ફાયરબ્રિગેડની તપાસમાં ખૂલ્યું હતું કે, બિલ્ડીંગમાં આવેલી ડો. હેમાંશુ પાઢની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો જ ન હતા જેના કારણે ફાયરબ્રિગેડે બુધવારે ડો. પાઢની હોસ્પિટલમાં આવેલ આઈસીયુ અને જનરલ વોર્ડને સીલ માર્યા હતો, તેમજ શહેરની દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઓશવાળા હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના સાધનો વારંવાર સૂચના આપવા છતાં લગાવવામાં ન આવતા બુધવારે ફાયર બ્રિગેડ દ્વારા તેને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

20210115_120112.jpg

Right Click Disabled!