ઇડર પોલીસે વિજયનગર ત્રણ રસ્તા પાસે સેન્ટ્રો ગાડીમાથી રૂ. 28795નો દારૂ પકડ્યો

ઇડર પોલીસે વિજયનગર ત્રણ રસ્તા પાસે સેન્ટ્રો ગાડીમાથી રૂ. 28795નો દારૂ પકડ્યો
Spread the love

ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ સાબરકાંઠા પોલીસ વડા ચૈતન્ય મંડલીક અે સાબરકાંઠા જીલ્લામા પ્રોહિ તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલી છે જે અનુસંધાને ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.અેમ. ચૌહાણ ના માગૅદશૅન હેઠળ ઇડર પી.આઇ.અેમ.ડી.ઝાલા તથા સવૅલન્સ સ્ટાફના અ.હે.કો. ભુપેન્દ્રસિહ તથા અ.પો.કો.નિકુલસિંહ તથા અ.પો.કો. જયદિપસિહને ખાનગી બાતમી મળેલ કે અેક સફેદ કલરની સેન્ટ્રો ગાડી નં GJ-5-AR-152 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિજયનગર થઇ ઇડર તરફ આવનાર છે.

બાતમી આધારે પંચો સાથે વિજયનગર ત્રણ રસ્તા પહોચી નાકાબંધીમા ઉભા હતા દરમ્યાન બાતમીવાળી સેન્ટ્રો ગાડી આવતા તેને રોડ બ્લોક કરી ગાડી રોકવાનો ઇશારો કરતા તે ગાડીના ચાલકે ગાડી રોડની સાઇડમા ઉભી કરી ગાડીમાથી નીચે ઉતરી પોલીસે પીછો કરતા ભાગેલો પોલીસે ગાડી પાસે આવી અંદર તપાસ કરતા ગાડીમા પાછળની સીટ નીચે પેટ્રોલની ટાકીમા સીસ્ટમ બનાવી દારૂની અલગ અલગ માકાૅની છુંટી બોટલો નંગ-૨૦૮ કિ.રૂ. ૨૮,૭૯૫ નો દારૂ તથા ગાડીની કિ.રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૭૮,૭૯૫ નો મુદ્દામાલ કબ્જે કરી સેન્ટ્રો ગાડી ચાલક વિરુદ્ધ પ્રોહિ અેક્ટ મુજબ ગુન્હો નોધી ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG_20201021_221332.jpg

Right Click Disabled!