IMDB પર સડક 2ને મળ્યું સૌથી ખરાબ 1.1નું રેટિંગ

હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ‘સડક 2’ને IMDBમાં સૌથી ખરાબ 1.1 રેટિંગ મળ્યું છે. એનાથી સ્પષ્ટ છે કે લોકોને આ ફિલ્મ પસંદ નથી પડી અને એથી તેઓ પણ આ ફિલ્મની નિંદા કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૂજા ભટ્ટ, સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રૉય કપૂર લીડ રોલમાં છે. સોશ્યલ મીડિયામાં પણ આ ફિલ્મના ધજાગરા ઊડી ગયા છે.
લોકો નેગેટિવ કમેન્ટ્સ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલર અને એનાં ગીતોને પણ નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર વિશ્વના ત્રીજા નંબરનું સૌથી ડિસ્લાઇક મેળવનારું બન્યું હતું. આ ફિલ્મનો વિરોધ કરવાનું કારણ સુશાંત સિંહ રાજપૂતની સુસાઇડ બાદ ઊભો થયેલો નેપોટિઝમનો વિવાદ છે. આટલું ખરાબ રેટિંગ્સ મળવાની સાથે જ લોકો આ ફિલ્મને ક્રૂર મજાક કહી રહ્યા છે.
