અમદાવાદમાં કોન્સ્ટેબલને લોકોએ દોડાવી દોડાવીને મેથીપાક ચખાડ્યો

અમદાવાદમાં કોન્સ્ટેબલને લોકોએ દોડાવી દોડાવીને મેથીપાક ચખાડ્યો
Spread the love

સોલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણે નશામાં સોશિયલ ડિસ્ટન્સિગ મામલે લોકો સાથે દાદાગીરી કરીકોન્સ્ટેબલ સુનિલસિંહ અગાઉ વર્ષ 2018માં દારૂ પીધેલાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે રાજ્યમાં દારૂબંધી છે અને દારૂબંધીના કડક અમલની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ ખુદ પોલીસકર્મીઓ જ દારૂ પી અને ધમાલ કરતાં હોય ત્યાં પોલીસ સામાન્ય માણસ પાસે દારૂબંધીનો કેવી રીતે અમલ કરાવી શકે? જેને કારણે ઠેર ઠેર દેશી દારૂઓના અડ્ડાઓ શરૂ થઈ ગયા છે.

આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ ચૌહાણ મોડી રાતે ઓનડ્યુટી દારૂ પીધેલી હાલતમાં વાહન લઈ ચા પીવા નીકળ્યા હતા. એક પાન પાર્લર પાસે ઉભા રહી લોકોની સાથે દારૂ પીધેલી હાલતમાં બોલાચાલી કરતા લોકોએ પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહને માર માર્યો હતો. જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુનિલસિંહ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. જ્યારે પોલીસ કોન્સ્ટેબલે પણ માર મારનાર ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોન્સ્ટેબલ સુનિલસિંહ અગાઉ વર્ષ 2018માં દારૂ પીધેલાના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ દારૂ પીધેલા હોવાથી ડોકટરે પોલીસને જાણ કરી અને તેમની સામે ફરિયાદ નોંધાવીપોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ દારૂ પીધેલા હોવાથી ડોકટરે પોલીસને જાણ કરી અને તેમની સામે ફરિયાદ નોંધાવી કોન્સ્ટેબલે દારૂ પીને દાદાગીરી કરતા લોકોએ લમધાર્યોસોલા પોલીસ સ્ટેશનમાં સુનિલસિંહ ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગોતા ફ્લોરા ખાતે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં તેઓની નાઈટ ડ્યુટી હતી.  નાઈટ ડ્યુટીમાં તેઓ એક વાગ્યે સરકારી બાઇક લઈ ચા પીવા માટે નીકળ્યાં હતા.

ન્યુ ગોતાથી છેક ચાંદલોડિયા બ્રિજ પાસે તેઓ ગયા હતા. જ્યાં બ્રહ્માણી પાન પાર્લર પર ગયા હતાં. સુનિલસિંહ દારૂ પીધેલી હાલતમાં હતા અને તેઓ પોતે સ્થિતિનું ભાન ન હોય ત્યાં ઉભેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને દાદાગીરી કરી હતી. જેથી દારૂ પીધેલા પોલીસકર્મીને પાઠ ભણાવવા માટે લોકોએ ભેગા થઈ માર માર્યો હતો.કોન્સ્ટેબલે ટોળા સામેની ફરિયાદ પોલીસે વિગતવાર લીધી પણ દારૂ પીવાની સામાન્ય ફરિયાદ જ નોંધી આ દરમિયાન લોકો પોલીસ કોન્સ્ટેબલને માર મારતા અન્ય લોકોએ માનવતા દાખવીને પોલીસને જાણ કરી હતી.  ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને ઇજાગ્રસ્ત સુનિલસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ સુનિલસિંહ દારૂ પીધેલા હોવાથી ડોકટરે પોલીસને જાણ કરી અને તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી PSI એમ.જી પટેલે ફરિયાદ નોંધી હતી. બીજી તરફ દારૂ પીધેલા કોન્સ્ટેબલ સુનિલસિંહની તાત્કાલિક વિગતવાર ટોળાના એક એક નામ સાથે ફરિયાદ લઈ લીધી હતી. જેથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે પોલીસકર્મી દારૂ પીધેલો હતો અને ભાન જ ન હતું તો કઈ રીતે પોલીસકર્મીએ આજુબાજુમાં પૂછી તમામ લોકોના નામ લખાવી લીધા? જેથી પોલીસે પોતાના જ કર્મચારીની વિગતવાર ફરિયાદ લીધી જ્યારે પોલીસ કોન્સ્ટેબલ સામે સામાન્ય દારૂ પીધેલાની ફરિયાદ નોંધી હતી.

drunk-policeman-1_1603284669.jpg

Right Click Disabled!