અંબાજીમાં યાત્રીકોની અવર-જવરવાળા વિસ્તારોમાં ડસ્ટબીન મુકાયા

અંબાજીમાં યાત્રીકોની અવર-જવરવાળા વિસ્તારોમાં ડસ્ટબીન મુકાયા
Spread the love

અંબાજી ગામમાં ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી. સફાઈ કોન્ટ્રાકટર દ્વારા યાત્રાળુઓ ને ઉપયોગ માટે બીટ વાઇજ ડસ્ટબીન મુકવામા આવ્યા છે. અંબાજીના બજારોમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઈડની તેમજ યાત્રીકોની અવરજવર વાળા વિસ્તારોમાં ડસ્ટબીન મુકી અંબાજીધામ સ્વચ્છ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એટલુજ નહી ડસ્ટબીન આપતી વખતે વેપારીઓને તેનો સતત ઉપયોગ કરવા સલાહ આપવામાં આવી હતી અને સ્વચ્છતા અભીયાનમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ડસ્ટબીન વેચણી વખતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રા.લી મેનેજર અલ્પેશભાઈ ગોહિલ અને વિક્રમ સરગરા સુપરવાઈઝર બદલચન્દ્ર ધોશ અને તરુણભાઈ મકવાણા અને યાત્રાધામ તરફથી નિમણૂક કરેલા સાગરભાઈ જોશી અને વસીમભાઈ મેમણ હાજરી આપી અને સ્વચ્છ યાત્રાધામ અંબાજીને ઓર સ્વચ્છ બનાવીએ એવી અંબાજીના દુકાનદારોને અપીલ કરી

મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)

14cf4527-8d70-4a33-b11d-b59d1140cc88.jpg

Right Click Disabled!