અરવલ્લી જિલ્લામાં બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરવા વહીવટી તંત્ર જાગ્યું

Spread the love
  • ૨ બોગસ ડોકટરો સામે ફરિયાદ..

સરડોઇ : અરવલ્લી જિલ્લા માં કોરોના નું સંક્રમણ બેકાબૂ બન્યાં પછી આરોગ્ય તંત્ર બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરવા માટે સફાળું જાગ્યું છે. મોડાસા તાલુકાના નવા વાઘોડિયા અને ભિલોડા ના ટોરડા ગામે ડિગ્રી વગર બે બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદ ને પગલે આરોગ્ય વિભાગે તપાસ કરી હતી જેમાં આ બંને ઉંટ વૈદ્ય એલોપેથીક સારવાર કરતા હોવાનું જણાઇ આવતાં પોલીસ ફરિયાદ થઈ છે. બોગસ ડોકટરો સામે વિભાગે ઓચિંતી કાર્યવાહી થી અન્ય વિસ્તારોમાં દુકાનો ખોલી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા બોગસ ડોકટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે મુનાભાઈ એમ.બી.બી.એસ છાપ ડોકટરો નો રાફડો ફાટ્યો છે. જેમાં ગત રોજ આરોગ્ય વિભાગે મોડાસાના નવા વાઘોડિયામાં ધરે ગેરકાયદે દવાખાનું ચલાવનાર બોગસ ડોકટર રણજીત કોદરસિંહ સોલંકી તેમજ ભિલોડા તાલુકાના ટોરડામાં ગોરધન મણીલાલ નામના ઈસમ સામે પોલીસ કાર્યવાહી હાથ ધરતાં હલચલ મચી છે. જિલ્લા માં એકા એક ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનારા ઉધાડપગા ડોકટરો સામે વિભાગે તપાસ શરૂ કરતાં કેટલાક વિસ્તારો માં તો કહેવાતા ડોકટરો દવાખાના બંધ કરી ફરાર થઈ ગયા છે.

દિનેશ નાયક, સરડોઇ

Right Click Disabled!