બિહારમાં પીએમ મોદી 12 દિવસમાં 12 રેલી સંબોધશે

બિહારમાં પીએમ મોદી 12 દિવસમાં 12 રેલી સંબોધશે
Spread the love

પટના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના ઉમેદવારોની તરફેણમાં 23મી ઑક્ટોબરથી પ્રચારનું સુકાન સંભાળશે. તેઓ 12 દિવસમાં બિહારમાં 12 રેલીઓ સંબોધશે. 23મી ઑક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે મોદી ચાર વખત બિહાર આવશે. આ બધી જ રેલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમની સાથે હશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ 18 રેલીને સંબોધન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી ઑક્ટોબરે સાસારામમાં પહેલી સભાને સંબોધન કરશે. ત્યાર પછી ગયામાં બીજી અને ભાગલપુરમાં તેમની ત્રીજી રેલી યોજાશે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બિહાર ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે એનડીએ સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાનની જનસભાઓની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે વડાપ્રધાનની રેલીઓમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમની સાથે જ હશે.

જે સભાઓમાં નીતિશ આવી નહીં શકે ત્યાં જદયુ, હમ અને વીઆઈપીના વરિષ્ઠ નેતાઓ સાથે હશે. ફડણવીસે ભારપૂર્વક કહ્યું કે વડાપ્રધાનની બધી જ રેલીઓ એનડીએની રેલી હશે. તેઓ ભાજપની સાથે જદયુ સહિત ગઠબંધનના અન્ય સાથીઓના વિધાનસભા ક્ષેત્રમાં પણ સભાને સંબોધન કરશે.વડાપ્રધાના પ્રચાર કાર્યક્રમની જાહેરાત કરતાં ફડણવીસે કહ્યું કે નરેન્દ્ર મોદી 23 અને 28 ઓક્ટોબરે જ્યારે 1લી અને 3જી નવેમ્બરે ત્રણ તબક્કામાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહાર આવશે. 28 નવેમ્બરે તેમની સભાઓ ક્રમશ: દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં હશે. 1 નવેમ્બરે છપરા, પૂર્વીય ચંપારણ અને સમસ્તીપુરમાં તથા 3 નવેમ્બરે પશ્ચિમ ચંપારણ, સહરસા અને અરરિયાના ફારબિસગંજની જનસભાઓને તેઓ સંબોધન કરશે.

જે શહેરના જે મેદાનમાં વડાપ્રધાનની સભા હશે ત્યાંની આજુબાજુના 20 વિધાનસભા ક્ષેત્ર એલઈડીના માધ્યમથી સીધા જોડાઈ શકશે.બધા જ 20 વિધાનસભા ક્ષેત્રોમાં 5-5 એટલે કે 100 જગ્યાઓ પરથી વડાપ્રધાનની સભા જોઈ શકાશે. વડાપ્રધાનની 12 રેલીઓ 240 વિધાનસભા ક્ષેત્રોની કુલ 1200 સભાઓના રૂપમાં યોજાશે.હું પીએમ મોદીનો હનુમાન, છાતી ચીરી બતાવી શકું ચિરાગ પાસવાનવડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અને નામના ઉપયોગ અંગે ભાજપ અને જદયુના નિશાના પર આવેલા લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ના પ્રમુખ ચિરાગ પાસવાને પોતાને વડાપ્રધાન મોદીના હુનામન ગણાવ્યા અને ત્યાં સુધી કહી દીધું કે તેમના હૃદયમાં પીએમ મોદીની તસવીર છે અને જરૂર પડતાં પોતે છાતી ચીરીને પણ તે બતાવી શકે છે.

ચિરાગ પાસવાને શુક્રવારે જણાવ્યું કે, વડાપ્રધાનની તસવીર અંગે મુખ્યમંત્રીને ચિંતા હતી કે આ લોકો પણ ક્યાંક પીએમની તસવીરનો ઉપયોગ ન કરે. હું ક્યાં તેમની તસવીરનો ઉપયોગ કરૂં છું. મને વડાપ્રધાનની તસવીરના ઉપયોગની જરૂર જ નથી. હું તો તેમનો હનુમાન છું. મારા હૃદયમાં તેમની તસવીર છે.

content_image_f387e801-2099-4836-9714-5a788be6f58e.jpg

Right Click Disabled!