માંગરોળ મામલતદાર કચેરી સામે, ઉભું કારાયેલું પીકઅપ બસસ્ટેન્ડ ઘાસ અને જંગલી વનસ્પતિના સામ્રાજ્યથી ઘેરાયું

માંગરોળ મામલતદાર કચેરી સામે, ઉભું કારાયેલું પીકઅપ બસસ્ટેન્ડ ઘાસ અને જંગલી વનસ્પતિના સામ્રાજ્યથી ઘેરાયું
Spread the love

તાલુકા મથકની તાલુકા કક્ષાની તમામ કચેરીઓનું સરકારી કેમ્પર્સ માંગરોળ ખાતે આવેલું છે.આ કેમ્પર્સમાં મામલતદાર. કચેરી,તાલુકા પંચાયત કચેરી, પોલીસ મથક, સીવીલકોર્ટ, ICDS ની કચેરી,માર્ગ અને મકાન વિભાગની કચેરી, રેફરલ હોસ્પિટલ, વનવિભાગ ની કચેરી,સરકારી આરામગૃહ ,પશુચિકિ સક દવાખાનું વગેરે સરકારી કચેરીઓ આવેલી છે. આ કચેરીઓમાં દરરોજ તાલુકનાં ગામોની પ્રજા પોતાનાં કામો માટે માંગરોળ ખાતે આવે છે.મામલતદાર કચેરીની સામે સરકારની કોઈ યોજનામાંથી પીકઅપ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવેલું છે. પરંતુ આજદિન સુધી આ સ્ટેન્ડ પર એસ.ટી.બસ ઉભી રહી નથી.સાથે જ બસ ન ઉભી રહેતાં આ પીકઅપ બસ સ્ટેન્ડ ખનડેર પડ્યું છે.

વળી ચોમાસાની મૌસમમાં આ પીકઅપ બસ સ્ટેન્ડ અને એની આસપાસ ઘાસ અને જંગલી વનસ્પતિઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. આ પીકઅપ બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગથી નીચાણમાં આવેલું છે. પ્રથમ સંબંધિત ગ્રામ પંચાયત આ સાફ સૂફી કરાવે, પીક બસસ્ટેન્ડને કલર કરાવવામાં આવે, ત્યારબાદ સુરત, એસ.ટી.વિભાગના વિભાગીય એસ.ટી.વડાને એક પત્ર પાઠવી તમામ એસ.ટી.બસો આ સ્ટેન્ડ ઉપર ઉભી રહે એવી માંગ કરવામાં આવે. માર્ગ અને બસ સ્ટેન્ડની વચ્ચેના ભાગનું લેવલ કરાવવામાં આવે એ જરૂરી છે. જેથી આ બસ સ્ટેન્ડનો મુસાફર જનતા ઉપયોગ કરી શકે.અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્થળે આ પીકઅપ બસ સ્ટેન્ડ છે. એ હદ માંગરોળ કે મોસાલી ગ્રામપંચાયતની છે. એ નક્કી કરી જે ગ્રામપંચાયત કચેરીની હદ હોય તે ગ્રામપંચાયત કચેરીનાં વહીવટ કરતા તરફથી આ પ્રશ્ન હલ કરવામાં આવે એ જરૂરી છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201017-WA0068-1.jpg IMG-20201017-WA0067-0.jpg

Right Click Disabled!