ગીર સોમનાથમાં પ્રથમ બે ડોઝ આરોગ્‍ય વિભાગના બે તબીબ અઘિકારીઓએ લઈને રાહ ચિંઘી

ગીર સોમનાથમાં પ્રથમ બે ડોઝ આરોગ્‍ય વિભાગના બે તબીબ અઘિકારીઓએ લઈને રાહ ચિંઘી
Spread the love
  • ગીર સોમનાથમાં કોરોના વેકસીનેશનનો આગેવાનોએ પ્રારંભ કરાવ્‍યો…
  • આજે પ્રથમ દિવસે 200 કર્મીઅોને ડોઝ આપવાનું અાયોજન

દેશભરમાં આજથી શરૂ થયેલ કોરોના વેકસીનેશનના પોગ્રામ અંર્તગત ગીર સોમનાથ જીલ્‍લાના બે સેન્‍ટરો પર વેકસીનેશનનો પ્રારંભ થયો હતો. જીલ્‍લામાં પ્રથમ ડોઝ જીલ્‍લા ક્ષય વિભાગના વડા ડો.બામરોટીયાએ લઇ રાહ ચિંઘી હતી. આજે બંન્‍ને સેન્‍ટરો પર 100 – 100 કર્મીઅોને ડોઝ અાપવાનું તંત્રએ આયોજન કર્યુ છે. ગીર સોમનાથ જીલ્‍લામાં વેરાવળ સીવીલ હોસ્‍પીટલ ખાતે કોરોના વેકસીનેશનનો પ્રારંભ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, જીલ્‍લા કલેકટર અજયપ્રકાશ, જીલ્‍લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમારના હસ્‍તે કરાયેલ હતો.

જયારે જીલ્‍લાના બીજા સેન્‍ટર ડોળાસા ખાતે પુર્વ રાજયમંત્રી જશાભાઇ બારડ, હરિભાઈ સોલંકી સહિતના અાગેવાનોના હસ્‍તે કરાયેલ હતો. આ કાર્યક્રમમાં અાગેવાન રાજશીભાઇ જોટવા, જશાભાઇ બારડ, કલેકટર અજયપ્રકાશએ ઉદબોઘનમાં જણાવેલ કે, કોવિડશિલ્ડ વેકસીન સંપુર્ણ સુરક્ષિત હોવાથી તમામ લોકોએ રસીનો ડોઝ લેવા અપીલ કરી હતી. આ રસીની કોઈ આડઅસર થતી નથી. જેથી કોવિડશિલ્ડ વેકસીનની ફેલાઇ રહેલ અફવાઓથી લોકોએ દુર રહેવુ જોઇએ.  દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે આજથી વેકસીનેશના અભિયાનની શરૂઆત થઇ છે.

ગીર સોમનાથ જીલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની અથાગ મહેનતની કોરોનાનું સંક્રમણ ઓછું રહ્યું છે. ત્‍યારે કોવિડશિલ્ડ વેકસીનએ આપણા સૌ જીલ્‍લાવાસીઅો માટે વરદાનરૂપ છે. જેથી લોકોએ અફવામાં દોહરાયા વગર વેકસીનનો ડોઝ લેવા અપીલ કરી હતી. આજે કોવિડશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો અંતિમ ડોઝ એક માસ બાદ આપવામાં આવશે. પ્રથમ ડોઝ લેનારે બીજો ડોઝ અવશ્ય લેવાનો રહે છે જેથી શરીરમાં કોરોના પ્રતિરોધક અસર કરશે. વેકસીન લીધા બાદ માસ્ક અને સોશ્યલ અંતર ઉપરાંત સરકાર દ્રારા આપવામાં આવતી કોરોના સંદર્મે ગાઈડ લાઈનનું પાલન કરતા રહેવા અપીલ કરી હતી.

વેરાવળ સિવિલ હોસ્પીટલ ખાતે ડો.હિનાબેન ડોડીયાના હસ્તે પ્રથમ ડોઝ જીલ્‍લા ક્ષય અઘિકારી ડો.બામરોટીયાને તથા બીજો ડોઝ જીલ્‍લા વેકસીનેશનના પ્રોગ્રામ અઘિકારી ડો.ગૌસ્‍વામીને અાપવામાં અાવ્‍યા બાદ અન્‍ય આરોગ્ય કર્મચારીઓને કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જયારે ડોળાસા કેન્‍દ્ર પર પ્રથમ ડોઝ સિંધાજ પીએચસીના લેબ ટેકનીસીયશીયન સંજયભાઈ વાળાને આપવામાં આવ્‍યો હતો. આજે વેકસીનનો પ્રથમ ડોઝ ૦.૫ એમ.એલ. હાથના ખંભાની સ્નાયુમાં આપવામાં આવ્યો હતો. કર્મચારીઓએ વેકસીન લીધા બાદ અડધો કલાક સુધી હોસ્‍પીટલના નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં વેકસીન લીધેલા તમામ કર્મચારીઓને કોઈપણ પ્રકારની આડ અસર થઈ ન હોવાનું જાણવા મળેલ છે.

વેકસીનનો ડોઝ લેનાર અઘિકારીઅો અને અાશાવર્કરનો પ્રતિભાવ સૌ કોઇએ વેકસીન લેવું જોઇએ

જીલ્‍લામાં પ્રથમ ડોઝ લેનાર ડો.બામરોટીયાએ જણાવેલ કે, આજે કોવિડશિલ્ડ વેકસીનનું મને રસીકરણ કરવામાં આવ્યું હતું. મારી ઉંમર ૪૧ વર્ષની છે. વેકસીન લીધા બાદ મને અડધો કલાક નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રખાયા બાદ મને કોઈપણ પ્રકારની આડ અસર થઈ નથી. આ રસી સંપુર્ણ સુરક્ષિત છે અને તમામા લોકોએ રસી લેવા અપીલ કરી હતી. જયારે અન્‍ય વેકસીનનો ડોઝ લેનાર કાજલી ગામના આશા વર્કર દુર્ગાબેન ઝાલાએ વેકસીનનું રસીકરણ લીઘા બાદ જણાવેલ કે, મારી ઉંમર ૩૫ વર્ષ છે. આજે મને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

રસી લીધા બાદ મને કોઈપણ પ્રકારની આડ અસર થઈ નથી. જયારે જીલ્‍લા વેકસીનના અઘિકારી ડો.ડી.કે.ગૌસ્વામીએ જણાવેલ કે, મને કોવિડશિલ્ડ વેકસીનનું રસીકરણ કરાયા બાદ મારા આરોગ્યમાં કોઈ આડ અસર થઈ નથી અને તમામ લોકોએ આ વેકસીન લેવાનો જરૂર આગ્રહ રાખવો જોઈએ. આ કાર્યક્રમમાં ડીડીઅો ધર્મેન્દ્રસિંહ રહેવર, આઈ.એમ.એન.ના ડો.દિલીપભાઈ ચોચા, ભાજપના સરમણ સોલંકી, પ્રવિણ રૂપારેલીયા, સવિતાબેન શર્મા, ભરતભાઇ ચોલેરા સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા.

અહેવાલ : ચેતન અપારનાથી

IMG-20210116-WA0031-2.jpg IMG-20210116-WA0032-1.jpg IMG-20210116-WA0034-0.jpg

Right Click Disabled!