ગુજરાતમાં ૨૬મી જાન્યુઆરીએ ઠંડીથી બચવા તાપણા તપશે

ગુજરાતમાં ૨૬મી જાન્યુઆરીએ ઠંડીથી બચવા તાપણા તપશે
Spread the love

અમદાવાદ: ભારત-પાકિસ્તાનની સરહદે સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. બે દિવસ વાદળિયા વાતાવરણ સાથે ઠંડીમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાશે, ત્યારબાદ ૨૪ જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

જોકે, આ પછી ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. .જોકે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં ૧૪ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી જ્યારે ૨૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થયો હતો.અમદાવાદમાં ૨૪થી ૨૬ જાન્યુઆરી દરમિયાન તાપમાન ૧૦ ડિગ્રી સુધી જઇ શકે છે.

download.jpg

Right Click Disabled!