હળવદમા 6 જગ્યાએ ચડ્ડી બનિયાનધારી ત્રાટક્યા

Spread the love

હળવદ ધ્રાંગધ્રા હાઈ-વે પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના 6 કારખાનામાં મધરાત્રે ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને ચડ્ડી-બનિયાનધારી ગેંગે છ કારખાનાના તાળા તોડી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જો કે હાલ બે કારખાનામાં ચોરી પણ થઈ હતી. ટોળકીના સાત શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. હાલ હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હળવદ ધ્રાંગધ્રા હાઈ-વે પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના 6 કારખાનામાં ગત મોડી રાત્રે ચડી-બનિયાનધારી ગેંગે ત્રાટકીને તરખાટ મચાવ્યો હતો અને કિશન ગમ, ખોડીયાર સ્ટીલ, લક્ષ્મી ગવાર ગમ, સાન્વી ઇન્ડસ્ટ્રીઝ, પુજા ઈન્ડસ્ટ્રીઝ અને હર્ષ એગ્રોના એમ છ કારખાનામાં તાળા તોડીને ચોરી કરી હતી.

આ ટોળકી ગતરાત્રીના એકથી દોઢની વચ્ચે આ છ કરાખનાને નિશાન બનાવ્યા હતા. જો કે આ ચડી-બનીયાનધારી ટોળકીના સાત શખ્સોએ છ કારખાનાના તાળા તોડ્યા હતા. જેમાંથી બે કારખાનામાં ચોરી થઈ છે. એક કારખાનામાં રૂ.30 હજાર અને બીજા કારખાનામાં રૂ.200 ની ચોરી થઈ હતી. જ્યારે છ કારખાનામાં ચોરીના ઇરાદે ભાંગતુટ કરી હતી.ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં થઈ કેદ થઈ છે. જેમાં ચડી-બનીયાનધારી ટોળકીના સાત શખ્સો છ કારખાનામાં ચોરી કરતા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ છે. આ ટોળકી રાત્રે લૂંટફાટ મચાવીને ફરાર થઈ ગઈ હતી. આ બનાવની જાણે થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Right Click Disabled!