ઇડર તાલુકા પંચાયતમાં 17 સીટો પર ભાજપ તેમજ 11 સીટો પર કોગ્રેસનો વિજય

ઇડર તાલુકા પંચાયતમાં 17 સીટો પર ભાજપ તેમજ 11 સીટો પર કોગ્રેસનો વિજય
Spread the love

ઈડર તાલુકા પંચાયત ના ૨૮ ઉમેદવારો અને ૭ જિલ્લા પંચાયત ના ઉમેદવારો વરચે આવનારા ૫ વર્ષ નું શાસન મેળવવા માટે ખરાખરી નો જંગ જામ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ પરિણામ આવવાના શરૂ થતાં તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજયી બન્યા હતા ત્યારે મતગણતરી મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજાઈ હતી. એક પછી એક સીટોનું રીઝલટ આવતા વિજયી બનેલા ઉમેદવારો ડી.જે સાથે વરઘોડો કાળી વિજય મનાવ્યો હતો ત્યારે ઈડર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ૧૭ ઉમેદવારો અને કોંગ્રેસ પક્ષના ૧૧ ઉમેદવારો વિજયી બન્યા હતા.

જોકે વિજય ની ખુશી માં કોરોના ની ગાઈડ લાઈન ના ધજાગરા ઉડાડ્યા હતા ત્યારે સવારે મતગણતરી માં જતાં મીડીયા કર્મી ઓને અંદર જતા રોકતાં મીડીયા કર્મી ઓની ઉગ્ર રજૂઆત ને લઈ જિલ્લા કલેકટર સહિત જિલ્લા પોલીસ વડા ઈડર ખાતે દોડી આવ્યા હતા ને બે કલાક થી હેરાન થતાં મીડીયા કર્મી ઓને આખરે પ્રવેશ આપવામાં આવ્યો હતો જોકે મીડીયા કર્મી ઓ ઈડર પ્રાંત કચેરી ખાતે ઈડર પ્રાંત અધિકારી ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે એક દિવસ ના ઉપવાસ કરશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210302-WA0240.jpg

Right Click Disabled!