જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેર પીધું

Spread the love

• ૩ મહિલા સહિત ૫ સામે ગુનો
• ૧૦ થી ૧૫ ટકા જેટલું વ્યાજ વસૂલતા હતાં

જામનગર દિગ્જામ વુલન મીલ વિસ્તારમાં આવેલી ડિફેન્સ કોલોનીમાં રામમંદિરવાળી શેરીમાં રહેતા હિરેનભાઈ જમનભાઈ ઘાડીયા નામના યુવકે છએક વર્ષ પહેલાં રેખાબેન નામના મહિલા પાસેથી રૂ.૨.૫ લાખ હાથ ઉછીના લીધા હતા. જેનું હિરેનભાઈ વ્યાજ ચૂકવતા હતા. આ રકમ મેળવ્યા પછી પણ તેને આર્થિક જરૂરિયાત ઉભી થતા શિલ્પાબેન નામના મહિલા પાસેથી રૂ.૧.૫ લાખ, કિરણબેન પાસેથી રૂ.૧ લાખ, ચરણજીત નામના શખ્સ પાસેથી રૂ.૮૦૦૦૦, નારુભા પાસેથી રૂ.૭૦૦૦૦ વ્યાજે લીધાં હતાં. આ તમામ વ્યક્તિઓને હિરેનભાઇ ૧૦ થી ૧૫ ટકા જેટલું ઉંચુ વ્યાજ છએક વર્ષથી ચૂકવતા હતા. થોડા સમયથી હિરેનભાઈ આ વ્યક્તિ વ્યાજ આપી શકતા ન હોય વ્યાજખોરોએ અવારનવાર ઉઘરાણી કરી વ્યાજ ન આવે તો મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલા હિરેનભાઈએ ગત બુધવારે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ થઇ છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!