જૂનાગઢ જિલ્લામાં તા. 9 ઓકટબર સુધી સભા સરઘસબંધી

જૂનાગઢ. : જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તા.૨૬/૯/૨૦૨૦તા. ૯/૧૦/૨૦૨૦ સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી ડી.કે.બારીઆ એ એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે.
આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ, કોઇ લગ્નનાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યક્તિને, સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
