માનસર પંથકમાં મોટરથી પાણી ભરતાં વીજ આંચકાથી યુવતીનું મોત

- માનસર પંથકમાં અકસ્માત સર્જાયેલી ઘટના
ધ્રોલ તાલુકાના માનસર (જાળીયા) ગામે રહેતા એક યુવતી ઘરે ઇલેક્ટ્રિક મોટરથી પાણી ભરી રહી હતી જે વેળાએ અકસ્માતે વીજ આંચકો લાગતા તેમનું મૃત્યુ નિપજયુ હતુ. બનાવના પગલે મૃતકના પરિવારમાં ઘેરા શોક છવાયો હતો. ધ્રોલ તાલુકાના માનસર (જાળીયા) ગામે રહેતા માનસીબેન જયસુખભાઇ અધેરા(ઉ.વ.૧૯) નામની યુવતી સોમવારે સવારે અગિયાર વાગ્યે પોતાના ઘરે ઇલેક્ટ્રિક મોટરથી પાણી ભરી રહી હતી જે વેળાએ અકસ્માતે વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની મૃતકના પિતા જયસુખભાઇ વિરજીભાઇ અધેરાએ જાણ કરતા ધ્રોલ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
– રોહિત મેરાણી (જામનગર)
