માં અંબાના મંદિરમા નવરાત્રી પર્વ ઉજવાયો

માં અંબાના મંદિરમા નવરાત્રી પર્વ ઉજવાયો
Spread the love

શક્તિપીઠ અંબાજી માં અંબા નું સૌથી પ્રાચીન અને પવિત્ર તીર્થ સ્થળ છે અંબાજી ખાતે 17 ઓક્ટોમ્બર થી આસો નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યો છે 24 ઓક્ટોમ્બર ના રોજ આઠમ નો પવિત્ર દિવસ હોઈ અંબાજી મંદિર ખાતે વહેલી સવાર થી ભક્તો ઉમટ્યા હતા અને મંદિર ખાતે ભક્તો દર્શન કરવા આવ્યા હતા અંબાજી મંદિર આઠમ ના દિવસે સવારે 6:30 થી રાત્રી ના 11 વાગે સુધી ખુલ્લું રહ્યું હતુ અને મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર અને અન્ય અધિકારીઓ ભીડ નિયંત્રણ કરતા નજરે પડયા હતા અંબાજી માતાજી નું મંદિર ગુજરાત ના અન્ય શક્તિપીઠ ની જેમ બંદ રહ્યું હતું નહીં પણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

જેથી માઈ ભક્તો માતાજીના દર્શન કરી શકે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન મોદી ખાસ હાજર રહ્યા હતા. આજે વહેલી સવારે મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી અને સવારે હવનશાળા મા મંદિર તરફથી હવન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે દાંતા સ્ટેટના રાજવી પરીવાર પણ આઠમ હવન મા આવી માતાજીની આરાધના કરી હતી અને સાંજે 4 વાગે હવન ની પુર્ણાહુતી કરવામાં આવી હતી આજે અંબાજી મંદિર ના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ પણ પોતાના પરીવાર સાથે ગબ્બર ટોચ પર હવન મા બેઠા હતા અને સાંજે આ હવન ની પુર્ણાહુતી પણ કરવામાં આવી હતી આમ આજે અંબાજી અને ગબ્બર ખાતે હવન નો કાર્યક્રમ યોજાયો હતો

નવયુવક પ્રગતી મંડળ તરફથી નવરાત્રી દરમિયાન આરતી

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ગરબા નું આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી નવયુવક પ્રગતી મંડળ દ્વારા કરાય છે પરંતુ હાલમાં કોરોના કહેર ના લીધે ગરબા મોફુક રાખવામાં આવેલ છે ત્યારે ગરબા ની આરતી ની પરંપરા જાળવવા માટે નવયુવક પ્રગતી મંડળ દ્વારા રોજ સાંજે 7 વાગે આસપાસ ચાચરચોક મા આરતી કરવામાં આવે છે

501 દિવા ની આરતી કરવામાં આવી

અંબાજી મંદિર ખાતે સાતમ ના દિવસે આણંદ ના એક ખેડૂત પુત્ર દ્વારા 501 દીવાની આરતી કરવામાં આવી હતી આ આરતી છેલ્લા 18 વર્ષ થી ખેડૂત પુત્ર અંબાજી મંદિર ખાતે આવી કરે છે પોતાના શરીર પર દીવડા લગાવી કરે છે માં અંબા ની આરતી

આઠમ દિવસ નો કાર્યક્રમ

સવારે 5:45 વાગે મંગળા આરતી
સવારે 6:15 વાગે ઝવેરા આરતી
સવારે 8 વાગે અંબાજી મંદિરઆઠમ નો યજ્ઞ
સવારે 8:15 વાગે ગબ્બર ખાતે મહાયજ્ઞ
સવારે 9 વાગે હવનશાળા મા રાજવી પરિવાર નો યજ્ઞ પ્રારંભ
બપોરે 12 વાગે રાજભોગ અને કપૂર આરતી
બપોરે 12:15 વાગે ઝવેરા વિસર્જન
બપોરે 12:30 વાગે અંબાજી મંદિર હવન નારિયળ વિધિ
બપોરે 4 વાગે રાજવી પરીવાર દ્વારા આરતી
બપોરે 4:15 વાગે રાજવી પરીવાર દ્વારા હવન ની પુર્ણાહુતી
સાંજે 6:30 વાગે સાંજ ની આરતી
રાત્રે 11 વાગે મંદિર બંદ

IMG-20201024-WA0071-1.jpg IMG-20201024-WA0070-0.jpg

Right Click Disabled!