જામનગરના પટેલ કોલોનીમાં ધો.9ના છાત્રોએ અગાસીમાં સાંકળથી ફાંસો ખાધો

જામનગરના પટેલ કોલોનીમાં ધો.9ના છાત્રોએ અગાસીમાં સાંકળથી ફાંસો ખાધો
Spread the love
  • ૧૪ વર્ષના માસૂમને એવું તો શું દુઃખ પડી ગયું કે, આવો આત્મઘાતી નિર્ણય લઇ લીધો ? પોલીસ પણ આઘાતથી સ્તબ્ધ
  • પિતાની ખાનગી કંપનીમાં નોકરી : પરિવાર ગોધરાનો વતની

જામનગરમાં પટેલ કોલોની-૯/૧ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પરીવારના ઘો.૯માં અભ્યાસ કરતા ચૌદ વર્ષીય કિશોરે અગમ્ય કારણોસર અગાશી પર લોખંડની સાંકળ વડે ગળાફાંસો ખાઇ જીવ દિધો હોવાનો બનાવ બહાર આવતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં શેરી નં. ૯/૧માં રહેતા તેમજ ખાનગી કંપનીમાં નોકરી કરતા નીલેશભાઇ ભરતભાઈ પરમારના પુત્ર નિહાર (ઉ.વ.૧૪)એ મંગળવારે સવારે અગાશી પર સીડી સાથે લોખંડની સાંકળ વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જે બનાવની તેના માતા-પિતાને જાણ થતા તુરંત જ તેને નીચે ઉતારી સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો.

મૃતક ચૌદ વર્ષીય કિશોર ઘો.૯માં અભ્યાસ કરતા હોવાનું સુત્રોએ જણાવ્યુ છે. કોઇ પણ અગમ્ય કારણોસર મૃતક પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. મૃતક કિશોરને પરીવારમાં માતા અને પિતા તેમજ એક નાનો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. સીટી બી પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સુપરત કર્યો હતો અને પરિવાર તેને ગોધરા પંથક ખાતે વતનમાં લઇ જવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

કુતરાને લઇ અગાશી પર ગયા બાદ ભર્યું પગલું મૃતક ચૌદ વર્ષીય કિશોર મંગળવારે સવારે કુતરાને લઇ અગાશી પર ગયો હતો, ત્યારે અગમ્ય કારણોસર પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. ભોગગ્રસ્ત પરીવાર મૂળ દાહોદના ગોધરા પંથકના વતની હોવાનું બહાર આવ્યું છે. આ બનાવના પગલે પરિજનો પણ આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. પોલીસે હાલ અકસ્માત મૃત્યુની નોંધ કરી છે અને મૃતકની ક્રિયા બાદ પરીવારના વિસ્તૃત નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

– રોહિત મેરાણી (જામનગર)

Suicide-1.jpg

Right Click Disabled!