પંજાબમાં ખેડૂતોએ હાઇવે પર અનાજના 30 ટ્રકો રોકયા

અમૃતસર, ખેડૂતોએ ફરી એક વાર નેશનલ હાઇવે પર અનાજના કોથળા ભરેલા 30 ટ્રક રોકી લીધા હતા અને જોરદાર દેખાવો કર્યા હતાં. ખેડૂતોએ આરોપ મૂક્યો છે કે અન્ય રાજ્યોમાંથી અનાજ વેચવા માટે અહીં લાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ આવા 30 ટ્રક રોક્યા હતાં. ખેડૂતોએ આરોપ મૂક્યો છે કે અન્ય રાજ્યોનું અહીં વેચવામાં આવતા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ જંડિયાલા ગુરૂ ટોલ પ્લાઝા પાસે ઉત્તર પ્રદેશથી અમૃતસર જઇ રહેલા 13 ટ્રકોને રોક્યા હતાં. ખેડૂતોના નેતા હરજીતસિંહ ઝીતાએ જણાવ્યું છે કે ખેડૂતોએ સતર્કતા દાખવીને અનાજનો પાક લઇને ઉત્તર પ્રદેશથી અમૃતસર જઇ રહેલા ટ્રકોને પકડી લીધા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે પંજાબની બહારની મંડીઓમાંથી અનાજ લાવીને પંજાબમાં વેચીને પંજાબના ખેડૂતો સાથે થઇ રહેલી છેતરપિંડીને કોઇ પણ કીંમતે સહન કરવામાં આવશે નહીં.
બીજી તરફ પટિયાલામાં અન્ય રાજ્યોમાંથી અનાજ મંગાવનાર કંપનીઓના માલિકો અને અનાજ મોકલનારાઓને અંકુશમાં રાખવા માટે પટિયાલા પોલીસે વોરન્ટ પ્રાપ્ત કરી લીધો છે. પોલીસ અિધકારીઓના જણાવ્યા અનુસાર નકલી કંપનીઓના નામે અનાજ મંગાવવામાં આવી રહ્યું છે. આ સિૃથતિમાં વોરન્ટ મેળવ્યા પછી નકલી કંપનીઓની રચના કરનારાઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસની ટીમો અન્ય રાજ્યોમાં પણ અનાજ મોકલનારાઓને પકડવા માટે વોરન્ટ જારી કરશે. જેના આધારે સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કરવામાં આવશે.
