લોકસભામાં મજૂરો સાથે જોડાયેલા 3 બિલો થયા પાસ

લોકસભાએ મજૂરો સાથે જોડાયેલા ત્રણ મુખ્ય બિલોને મંજૂરી આપી દીધી છે. સરકારે કહ્યું છે કે આ ત્રણ બિલ મજૂરના જીવનમાં મોટા બદલાવ લાવશે. આ બિલને રાજ્યસભામાં પસાર કરવામાં આવશે. લોકસભામાં પસાર આ ત્રણ બિલ 29 જુના શ્રમ બિલની જગ્યા લેશે. આ ત્રણ બિલમાં કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રિયલ રિલેશન કોડ અને ઓક્યુપેશન સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ શામેલ છે. લોકસભામાં ત્રણ બિલો માટે ચર્ચા થઈ હતી અને તેને પસાર કરી લેવામાં આવ્યા છે.
બિલમાં શું છે ખાસ ?
- દરેક પ્રકારના કર્મચારીને નિયુક્તિ પત્ર આપવું જરૂરી છે. ચાહે કર્મચારી કોન્ટ્રાક્ટ પર હોય કે ન હોય.
- દરેક કર્મચારીને ગ્રેચ્યુટીની સુવિધા આપવાની રહેશે, કોન્ટ્રેક્ટ કર્મચારીને પણ. તેમને ગ્રેચ્યુટી મેળવવા માટે કંપનીમાં 5 વર્ષ કામ કરવુ જરૂરી નહીં રહે.
- મહિલાઓને રાતની પાલી (સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી)માં કામ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. દરેક અસ્થાયી અને પ્લેટફોર્મ કારીગરો જેવા કે ઓલા અને ઉબરના ડ્રાઈવરોને પણ સામાજીક સુરક્ષાના દાયરામાં લાવવામાં આવશે.
- પ્રવાસી મજૂરોને પણ સુવિધાઓ આપવામાં આવે. તે જ્યાં પણ જાય તેમને રજીસ્ટ્રેશન કરવામાં આવે. રી સ્કલિંગ ફંડ બનાવવામાં આવે જે કર્મચારીઓની છટણી થવાની સ્થિતિમાં તેમને વૈકલ્પિક હુનરની ટ્રેનિંગ આપવામાં આવશે.
- 10થી વધારે કર્મચારીઓ વાળી કંપનીઓને પોતાના કર્મચારીઓ માટે ઈપીએઉ અને ઈએસઆઈની સુવિધા આપવાની રહેશે.
બિલની કેટલીક જોગવાઇઓ પર થઇ શકે છે વિવાદ
જો કે બિલમાં કેટલીક એવી જોગવાઇઓ પણ છે જેના પર વિવાદ થઇ શકે છે. ખાસ કરીને ટ્રેડ યુનિયનોને લઇને કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે જે મજૂર સંગઠનોને નામંજૂર હોઇ શકે છે. આ સાથે જ તે પણ જોગવાઇ કરવામાં આવી છે કે તેવી કંપનીઓએ છટણી માટે સરકારની પરવાનગી નહી લેવી પડે જેમાં કર્મચારીઓની સંખ્યા 300થી ઓછી છે. પહેલા આ સીમા 100 હતી.
આમ તો સરકારનું કહેવુ છે કે સૌની સાથે વાત કરીને આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. 2002માં બનાવવામાં આવેલા શ્રમ આયોગે દેશમાં લાગુ 44 અલગ કાયદાઓને ભેગા કરીને 4 કાયદામાં બદલવાનો પ્રયાસ કર્યો હતો. આજે જે ત્રણ બિલ પાસ કરવામાં આવ્યા છે તેમાં 29 જૂના શ્રમ કાયાદાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
