રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે

રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે
Spread the love

લોકડાઉન સમયે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં દારૂના સગેવગે કરવાનો મામલો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. કલોલથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મુદ્દો ઉઠાવતા કહ્યુ કે રાજ્યમાં પોલીસ જ દારૂ વેચાણનું કામ કરે છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને એમપી બોર્ડથી દારૂ આવતો હોય છે. પોલીસ સ્ટેશનમાં બધુ વહીવટદારથી ચાલે છે. કોણે જુગાર ચલાવવો, કોણે દારૂનો અડ્ડો ચલાવવો કે કોણે વરલી-મટકા ચલાવવા તે વહીવટદાર નક્કી કરે છે.વહીવટદાર ન ઈચ્છે તેને પાસા કરી જેલ ભેગા કરવામાં આવે છે તેવો આક્ષેપ પણ બળદેવજી ઠાકોરે લગાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, લોકડાઉન દરમિયાન કડી પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડયો હતો. સાત કન્ટેનર જેટલો દારુનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. કડીના પોલીસ ઇન્સ્પેકટરની દેખરેખ હેઠળ ગોડાઉનમાંથી ૧૦૦ પેટી એેટલે કે અંદાજિત સાત લાખની કિંમતનો જથ્થો ગોડાઉનમાંથી કાઢીને પોલીસ સ્ટેશન પાછળ સંતાડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતાં દારૂનો જથ્થો કડી કેનાલમાં ફેંકી દીધો હોવાના આક્ષેપો થયા હતા.

0.jpg

Right Click Disabled!