217 કરોડ ફી લેનારા વકીલ પર ઈનકમટેક્સના દરોડા

217 કરોડ ફી લેનારા વકીલ પર ઈનકમટેક્સના દરોડા
Spread the love

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાના ક્લાઈન્ટથી 217 કરોડ રૂપિયાની રોકડ ફી લેનારા ચંદીગઢના એક મોટા વકીલના કેટલાક સ્થાનો ઉપર દરોડા પાડવામાં આવ્યાં છે. ઈનકમટેક્સ ની રેડ દિલ્હી, એનસીઆર અને હરિયાણાના 38 સ્થાનો ઉપર પડી છે વકીલના 10 બેંક લોકર કર્યાં સીલઅધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટેક્સ ચોરીના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઈનકમ ટેક્સ વિભાગની ટીમે 5.5 કરોડ રૂપિયાની રોકડ કબ્જે કરી છે.

સીબીડીટી પ્રમાણે રેડમાં ઈનકમ ટેક્સ ચોરીને લઈને મોટો ખુલાસો થયો હતો અને જાણવા મળ્યું હતું કે, ક્લાઈન્ટ પાસેથી વકીલે 217 કરોડ રૂપિયાની રોકડ રકમ લીધી છે. ઈનકમટેક્સ વિભાગે આ વકીલના 10 બેંક લોકર સીલ કર્યાં છે જો કે વિભાગે વકીલના નામનો ખુલાસો કર્યો નથી. શું છે આખો મામલોવિભાગોના જણાવ્યા પ્રમાણે કેસમાં વકીલે 117 કરોડ રૂપિયા રોકડમાં ફી લીધી હતી. પરંતુ કાગળો ઉપર માત્ર 21 કરોડ ફી દેખાડવામાં આવી હતી.

એક અન્ય કેસમાં પણ વકીસે 100 કરોડ રૂપિયાની ફી લીધી હતી. આ કેસમાં ક્લાઈન્ટ એક ઈન્ફ્રા અને એન્જીનિયરીંગ કંપની હતી. એક સરકારી કંપનીના કરારના કેસમાં ફી લેવામાં આવી હતી. વકીલે આ રકમનો ઉપયોગ કોમર્શિયલ સંપત્તિઓને ખરીદવામાં કર્યો હતો અને તેના માટે પણ કેશ પેમેન્ટ કરી હતી.

download.jpg

Right Click Disabled!