ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવતર પ્રયોગ : મેરેજનો સિનેમેટિક શો યોજાયો

ટેકનોલોજી નો ઉપયોગ કરીને નવતર પ્રયોગ, ગાંધીનગરના પ્રોફ્શનલ વેડિંગ ફોટોગ્રાફર દિપકભાઈ વ્યાસ દ્વારા તેમના કલાઈન્ટને PVR સિનેમા, મોટેરા ખાતે તેમના મેરેજ ની 30 મિનિટની સિનેમેટીક ફિલ્મ સિનેમામાં બતાવામાં આવી, ” 18 વર્ષ થી ફોટોગ્રાફીના વ્યવસાયમાં દીપક્ભાઇ એ ગુજરાત ખાતે રાખેલ સ્પર્ધા માં 2 વાર 500 ફોટોગ્રાફરની વચ્ચે માઇક્રો ફોટોગ્રાફી માં 2 નંબર વિજેતા થયેલ છે, દિપક વ્યાસ ફોટોગ્રાફી તરીખેની એમની 18 વર્ષ થી વ્યવસાય છે સાથે 2010 માં કુડાસણ ખાતે ખુશી ફોટો સ્ટુડિયોના નામથી AC ફોટો સ્ટુડિયો અધ્યતન વ્યવસ્થા સાથે ઓપન કરેલ છે. ત્યાર બાર 2 વર્ષ થી તેમને પોતાની નવી ટીમ “PARIVAR THE WEDDING TEAM” ના નામથી ચાલુ કરેલ છે.
જેમાં દીપક્ભાઇ વ્યાસ, કૌશિકભાઈ ગજ્જર, રિધમ ગજ્જર સાથે મળીને વ્યવસાય કરે છે. રિધમ ગજ્જરએ પુનાની સિમ્બાસિસ યુનિવર્સિટીમાંથી ફોટોગ્રાફીમાં ડિગ્રી કરે છે. તેઓનું મુખ્ય કામ ફેશન ફોટોગ્રાફી, પ્રોડક્ટ ફોટોગ્રાફી, ઇંદ્રસ્ટ્રીઅલ ફોટોગ્રાફી છે રિધમ ભાઈ વેડિંગ ફોટોગ્રાફીમાં પણ દિપકભાઈ અને કૌશિક ભાઈને ખુબ મદદરૂપ થાય છે અને અત્યારની નવી પેઢીને જે કામ જોઈએ છે તૅ પૂરું પાડે છે. વેડિંગ ફિલ્મને સિનેમામાં બતાવીને દિપકભાઈ અને પરિવાર વેડિંગ ટીમ દ્વારા એક નવતર પ્રયોગ કરીને ફોટોગ્રાફી વ્યવસાયમાં નવી ચેતના આપી છે. સોશ્યિલ ડિસ્ટન્સનું પૂરતું ધ્યાન રાખી એક શીટ છોડીને સીટિંગ વ્યવસ્થા અને સેનિટાઇજર, માસ્ક દરેક વ્યવસ્થાનું પૂરતું ધ્યાન રાખ્યું હતું.
