ગાંધીનગરની રાધે-રાધે પરિવાર દ્વારા પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિઓ

ગાંધીનગરની રાધે-રાધે પરિવાર દ્વારા પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિઓ
Spread the love

સુર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે અને સુર્ય ધનું રાશિ માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે. પ્રાચીનકાળથી સુર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. મકરસંક્રાંતિ ના દિવસથી ભગવાન સુર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વી નાં ઉત્તર ગોળાધૅમાં પ્રવેશે છે. મકરસંક્રાંતિમાં ક્રાંતિ શબ્દ છે અને ક્રાંતિ શબ્દમાં પરિવર્તન રહેલું છે તેનો અર્થ હિંસા એવો પણ થાય છે. પરંતુ અહીં સંક્રાંતિ શબ્દ છે એટલે કે સમજદારી સાથેની ક્રાંતિ, મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ હોવાથી મહાભારતકાળમાં ભીષ્મે મકરસંક્રાંતિ માં જ દેહ છોડવાનું પસંદ કર્યુ હતું.

    ભારતીય પુરાણો મુજબ એક એવી પણ માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ દાન દક્ષિણા થી 100 ગણું ફળ મળે છે. એજ હેતુ ને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ના રાધે રાધે પરીવાર ધ્વારા મકરસંક્રાંતિ ના પર્વ પહેલાં દિવસોમાં ગાંધીનગર ના તમામ સેક્ટર અને નવા સમાવેશ થયેલ વિસ્તારોમાં અલગ અલગ સેવાકીય કાર્ય એમ 6 પ્રકારની પ્રવુતીઓ અને એમાં એક પ્રવૃતિ ને બે દિવસ ફાળવી અદભૂત રીતે પુર્ણ કરવામાં આવી. જેમાં 70 મણ ગાયમાતા ને ઘાસચારો, કુતરાઓને 2000 થી વધુ લાડવા, 15 કીલો કીડી ને કીડીયારૂ, 250 કીલો અબોલ પક્ષીઓને ચણ, 650 જેટલા બિસ્કીટ અને ચોકલેટ, અને જરૂરીયાતમંદ લોકો માટે ઠંડી થી રક્ષણ માટે 410 નંગ ધાબડા વિતરણ કરી મકરસંક્રાંતિ ના પર્વ ની સાચા અર્થમાં ઉજવણી કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અમુક પ્રવુતીઓ ગાંધીનગર ના વિશિષ્ટ વ્યક્તિ ના હસ્તે પણ શુભારંભ કરવામાં આવી હતી. જેમાં સેક્ટર – 2 સ્વામીનારાયણ મંદિર ના પી.પી. સ્વામી, ગાંધીનગર મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા (જીગા બાપુ), મનીષભાઈ સોલંકી, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડો.હિમાંશુભાઈ પટેલ, અમારા ગુરુ અને પ્રોફેસર એવા ડો.ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ ના હસ્તે અલગ અલગ પ્રવુતી નો આરંભ કરવામાં આવ્યો હતો. અમારે આ સમાજને એક સંદેશો આપવો છેકે બાળપણથી જ નાના બાળકોને દાનનો મહિમા સમજાય તે ખૂબ અગત્યનું છે. કારણકે આજના સમયમાં બીજા કરતાં કોઈપણ રીતે આગળ જવાની વ્રુતી, આપવાની જગ્યાએ મેળવી લેવાની કે બીજાનું છીનવી લેવાની માનસિકતા નાનપણથી જ મગજમાં ઘર કરી જતી હોય છે.

સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો ભૂલાતા જાય છે. ઋષિમુનીઓએ પણ કીધું છે કે માત્રને માત્ર એક યુવાવસ્થા એ અસલી જીવન છે માટે તેનું મહત્વ સમજીને તેને ગમે તેમ વેડફી દેવાય નહીં. ગાંધીનગર ની અલગ અલગ સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન ના પ્રયાસો પણ હવે રંગ લાવ્યાં છે. અત્યંત હાનિકારક અને પ્રતિબંધિત વેરઝેર સ્વરૂપ સમાન ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા યુવાધન પીછેહઠ કરતાં જોવા મળ્યું છે અને અન્ય લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાં સમજાવે છે. આમ અનેકવિધ બાબતોમાં બદલાવ આવતો થાય તો પશુ પક્ષીઓ અને માણસોમાં આનંદ – ઉજાસ જોવા મળશે તેમ ચોક્કસ કહી શકાય. સમગ્ર સેવાકીય પ્રવુતીઓમાં વિષ્ણુભાઈ પટેલ, અર્જુન બ્રિજનકુમાર પટેલ, સંગીતાબા સોલંકી, કૌશિક પ્રજાપતિ, તરલભાઈ લેઉઆ અને અન્ય રાધે-રાધે પરીવારના સાથી મિત્રો નો સાથ અને સહકારથી કરવામાં આવી હતી.

Right Click Disabled!