40 હજારની લાંચમાં પકડાયેલા વચેટિયા અને જમાદારના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

40 હજારની લાંચમાં પકડાયેલા વચેટિયા અને જમાદારના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે
Spread the love
  • હળવદ પોલીસ કર્મચારી બેંક લોકરમાંથી સાડા આઠ લાખના દાગીના મળ્યા

જામનગરમાં એસીબીની ટીમે છટકું ગોઠવી હળવદ પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી રૂ.૪૦ હજારની લાંચ લેતા એક વચેટિયાને પકડી પાડ્યા બાદ પોલીસ કર્મી સહિત બંને સામે ગુનો નોંધ્યો હતો. જેમાં એસીબીની ટીમે મેળવેલા બંનેના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરાયા છે. એસીબીની ટીમ પોલીસ કર્મીના એક બેન્ક લોકરમાંથી લગભગ સાડા આઠ લાખની કિંમતના સતર તોલા જેટલા દાગીના મળી આવ્યા હતા.જે મામલે તપાસ ચાલી રહી છે.

એસીબીના પી.આઇ. એ.ડી.પરમાર અને ટીમે છટકું ગોઠવી હળવદ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ ચંદ્રાળા વતી રૂ.૪૦ હજારની લાંચ લેતા ભરત ઉર્ફે ચોટલીને પકડી પાડયો હતો જે લાંચ પ્રકરણમાં બંને સામે ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર એસીબી ટીમે તપાસ હાથ ધરી બંનેના એક દિવસના રિમાન્ડ મેળવી સઘન પુછપરછ હાથ ધરી હતી.

જે દરમિયાન એસીબીની ટીમે હળવદ પોલીસ કર્મચારી બેન્ક લોકરમાં તપાસ હાથ ધરતા લગભગ સાડા આઠ લાખની કિંમતના સત્ર તોલા જેટલા સોનાના દાગીના પણ મળી આવ્યા હતા. જે મુદ્દે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ ચાલી રહી છે એમ સૂત્રોએ જણાવ્યું છે. ગુરૂવારે બંને આરોપી એક દિવસના રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

images-3-6.jpeg

Right Click Disabled!