સુરત શહેર પોલીસના 5 પીઆઇની આંતરીક બદલી

સુરત શહેર પોલીસના 5 પીઆઇની આંતરીક બદલી
Spread the love

સુરત શહેર પોલીસ કમિશનરે આજરોજ પાંચ પીઆઈની આંતરીક બદલીનો હુકમ કર્યો હતો. તે અંતર્ગત ગત જુલાઈ માસમાં મહિધરપુરા પોલીસ મથકની હદમાં આસીફ ગાંડાનું જુગારધામ ઝડપાતા સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકાયેલા પીઆઈ આર્યની વરાછા પોલીસ મથકમાં બદલી કરાઈ છે.  સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આજરોજ પાંચ પીઆઈની આંતરીક બદલીનો હુકમ કર્યો હતો.

સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.સી.સોલંકીની ટ્રાફિક શાખામાં, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ જી.એ.પટેલની સરથાણા પોલીસ મથકમાં, સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ પી.એ.આર્યની વરાછા પોલીસ મથકમાં, વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.એન.સગરની અડાજણ પોલીસ મથકમાં અને અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.બી.બુબડીયાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં મહિધરપુરા પોલીસ મથકની હદમાં આસીફ ગાંડાનું જુગારધામ ઝડપાતા પીઆઈ પી.એ.આર્યને સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકાયા હતા. ગતરોજ આસીફ ગાંડાની પાસા હેઠળ અટકાયત બાદ પીઆઈ આર્યની બદલી થઈ છે.

photo_1603381137152.jpg

Right Click Disabled!