જામનગરમાં આઈપીએલ પર ચાલતા સટ્ટો ઝડપાયો, 2 ઝબ્બે

જામનગરમાં આઈપીએલ પર ચાલતા સટ્ટો ઝડપાયો, 2 ઝબ્બે
Spread the love

જામનગરમાં એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં મોબાઈલ એપ્લીકેશન દ્વારા ચલાવાતા ક્રિકેટના સટ્ટા પર સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સોને પકડી પાડ્યા છે. બંને શખ્સો પાસેથી ચાર મોબાઈલ સહિત રૂ.૨૮૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછમાં પાંચ પંટરોના નામ ખુલ્યા છે.

જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસે ભાનુ પેટ્રોલ પંપ પાછળ આવેલ શ્રી રાજ હાઈટ્સ નામની એપાર્ટમેન્ટમાં અનિલ ઉર્ફે છોટિયો પરબત ગાગિયા નામનો શખ્સ આઈપીએલની મેચ પર સટ્ટો લેતો હોવાની હકીકત મળી હતી. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન અનિલ ઉર્ફે છોટિયો અને રાજુભાઇ કારાભાઈ નંદાણીયા નામના બે શખ્સો મોબાઈલ એપ્લીકેશન પર રન ફેરના ભાવ જોઈ ક્રિકેટ મેચ પર હારજીત સેશન સહિતની બાબતોને લઈને જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

images-2-0.jpeg IPL_v1-1.jpg

Right Click Disabled!