દામનગર ઘનશ્યામનગરમાં જતી લાઈનોમાં જાતે કનેક્શન મેળવી 24 કલાક પાણી મેળવતા ઈસમો

દામનગર ઘનશ્યામનગરમાં જતી લાઈનોમાં જાતે કનેક્શન મેળવી 24 કલાક પાણી મેળવતા ઈસમો
Spread the love

દામનગર શહેર માં પાણી પુરવઠા અને પાલિકા તંત્ર ની ની ધોરબેદરકારી ઘનશ્યામનગર સર્વિસ રોડ ઉપર એક માસ કરતા વધુ સમય થી પીવા ના મીઠા પાણી ની લાઇન લીકેજ આ લાઇન પાણી પુરવઠા બોર્ડ ની કે પાલિકા ? તે રામ જાણે પણ કરોડોનું કેપિટલ એસેટ બજેટ વાપરી સરકાર જળ બચાવો મુહિમ ચલાવી પાણી ની બચત કરતી ઝુંબેશો ચલાવે છે ત્યારે સ્થાનિક તંત્ર ની આળસ કે બેદરકારી જે હોય તે પણ છેલ્લા એક માસ કરતા વધુ સમય થી બેફામ મીઠા પાણી ની રોડ ઉપર રેલમ છેલ થાય છે આ લાઇન પાણી પુરવઠા બોર્ડના ઓવરહેડથી ગ્રામ્ય માં જાય છે કે પાલિકા તંત્ર ની છે ? પાણી પુરવઠા ના કર્મચારી ઓ જ્યાં રહે છે ત્યાં આવી બેદરકારી જોવા મળી રહી છે.

જિલ્લા મધ્યસ્થ બેંક સામે સ્થાનિક રહીશો ના જણાવ્યા મુજબ ઘનશ્યામનગર અને જે.ડી પાર્કના નામે ઓળખાતી સોસાયટી ઓમાં ગ્રામ્યમાં જતી લાઈનો માંથી જાતે ખૂબ મોટા કનેક્શનો મેળવી ૨૪ કલાક પાણી મળે તેવા ઇરાદે કનેક્શન મેળવતા ઈસમો ની વણ નોંધાયેલ લાઈનો છે કે કેમ ? જે હોય તે પણ પીવાના મીઠા પાણીનો વ્યય અટકશે ? છેલ્લા એક માસ કરતા વધુ સમય થી ઘનશ્યામનગર ના સર્વિસ રોડ ઉપર પીવાના મીઠા પાણીનું લીકેજ ૨૪ કલાક શરૂ રહે છે આ લાઇન માંથી કોણે કેટલા કનેક્શનો જાતે મેળવીયા છે? કોની કૃપા થી ગેરકાયદેસર કનેક્શનો પાણી પુરવઠાની ગ્રામ્યમાં જતી લાઈનોમાંથી લેવાયા છે આ અંગે તંત્ર દ્વારા પાણી પુરવઠા અધિક્ષક અને કાર્યપાલક ઈજનેર દ્વારા તપાસ કરી આ પાણી ચોરી અને લિકીજ અટકાવવું જરૂરી છે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20210125140332.jpg

Right Click Disabled!