મહારાષ્ટ્રમાં રાજકીય ઘર્ષણ વચ્ચે પવાર-ઉદ્ધવને ITની નોટિસ

મુંબઈ સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને આવકવેરા વિભાગે નોટિસ પાઠવી છે. આ નોટિસ પાછલી ચૂંટણીમાં દેવામાં આવેલા એફિડેવિટને લઈને આપવામાં આવી છે. માત્ર શરદ પવાર જ નહીં, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે, એનસીપી નેતા સુપ્રિયા સુલેને પણ આવકવેરા વિભાગ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આવકવેરા વિભાગ તરફથી આ નોટીસ પાછલી ચૂંટણીમાં આવેલા એફિડેવિટમાં અપાયેલી જાણકારી માંગી છએ.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહ્યો છે તણાવ નોટિસ મળવાને લઈને જ્યારે શરદ પવાર ઉપર સવાલ કરવામાં આવી રહ્યો છે.
તો તેણે કહ્યું કે નોટિસ મોકલનારા કેટલાક લોકો વધારે માંગે છે છેલ્લા લાબા સમયથી ભારતીય જનતા પાર્ટી અને મહારાષ્ટ્ર સરકારની વચ્ચે તણાવની સ્થિતિ છે. આ વચ્ચે આ નોટિસનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં શરદ પવાર અને શિવસેના તરફથી સતત કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રાજ્યસભઆ સાંસદોના સસ્પેન્શનના મુદ્દે જ પૂર્વ કેન્દ્રય મંત્રીએ દિવસનો ઉપવાસ રાખવાની જાહેરાત કરી હતી. આ સમગ્ર રાજકીય ઘટનાક્રમની વચ્ચે નોટિસના સમાચાર સામે આવ્યાં છે. કૃષિ બિલ પહેલા સુશાંત સિંહ રાજપુત કેસ, કંગના રનૌત ઉપર બીએમસી એક્શન અને કોરોના સંકટ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એનસીપીની સરકાર મહારાષ્ટ્રમાં સામસામે આવી છે.
