જમ્મુ કાશ્મીર : પંચાયત ચૂંટણીના પડકાર અને પડઘાં

જમ્મુ કાશ્મીર : પંચાયત ચૂંટણીના પડકાર અને પડઘાં
Spread the love

જમ્મુ કાશ્મીરમા સ્વાયત્તતા અને 370 ના મુદ્દાઓને કેન્દ્ર સરકારે હાથમાં લીધા પછી સૌપ્રથમ ચૂંટણી જિલ્લા પંચાયત પરિષદ યોજાઈ રહી છે. તાજેતરમાં તેના ચૂંટણી કમિશનર શર્માએ આ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરીને 280 સીટની ચૂંટણી જાહેર કરી.

જમ્મુ કાશ્મીર માં 370 રદ કરી 35એ ની વિશેષ માન્યતાઓ અને કેન્દ્ર સરકારે તેને અન્ય બે કેન્દ્રશાસિત વિસ્તારોમાં વહેંચી દઈને સમગ્ર વિસ્તારને કબજે કરવા અને શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેનાથી ભારતના લોકોને આપેલાં વાયદાને પાલન કરવાનું વચનપાલન થયું.આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરને ધ્વજથી લઈને બીજી ઘણી બધી બાબતોમાં સ્વાયત્તતા હતી. જેથી તે વિસ્તાર યુનાઇટેડ ભારતમાં હોવાં છતાં ઘણી રીતે અલગ હતો તેને મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન કેન્દ્ર સરકારની હિંમતને પાટલી થબથબાવવા જેવો હતો.

જમ્મુ-કાશ્મીરના પીડીપીના નેતા મહેબુબા અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લાને ઘણાં સમય સુધી નજરબંધ કરવામાં આવ્યાં હતાં. પરંતુ આ નજરબંધી હટતાની સાથે તેઓએ પોતાની રાજકીય ગતિવિધિઓ શરૂ કરી અને તેમાં તેણે ફારુક અબ્દુલ્લાના નિવાસસ્થાન શ્રીનગરના ગુપકર માર્ગ પરથી એક એલાયન્સને 5ઓગસ્ટ 2019 ના દિવસે જ્ન્મ આપ્યો.જેને ગુપકર સંગઠન તરીકે ઓળખાય છે.

તાજેતરમાં પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી જે કુલ 8 ભાગમાં 28 નવેમ્બરથી શરુ કરીને 19 ડિસેમ્બર સુધી યોજાશે .22 ડિસેમ્બરના રોજ મતગણના થશે તેમાં દરેક ચૂંટણીઓને મતદાનનો સમય સવારના 7 થી બપોરના 2 વાગ્યા સુધીનો આપવામાં આવ્યો છે ખૂબ નાના નાના વિભાગ ની અંદર આ ચૂંટણીઓ યોજવામાં આવશે કારણકે અલગતાવાદી બળો અને ત્રાસવાદી સંગઠનોને સુરક્ષાદળો દ્વારા પૂરતો પડકાર આપવામાં આવે અને ચૂંટણીઓમાં કોઈ ગરબડ ન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે ચૂંટણીઓ કોણ કોની સાથે ગઠબંધન કરે છે અને તેમાં કેટલા પ્રમાણમાં કોણ હાવી થાય છે?

કોંગ્રેસ આ ગુપકર સંગઠનમાં ન જોડાવાં માટેનો ડહાપણભર્યો નિર્ણય કરેલો છે. પરંતુ ભાજપના આક્ષેપ મુજબ કોંગ્રેસ બહારથી આ અલગતાવાદી સંગઠન અને ટેકો આપી રહી છે કોંગ્રેસ સીટોના બટવારામાં ગુપકર સંગઠનની સાથે બેઠોકોની સમજૂતી કરી છે એટલે એક રીતે ગુપકર સંગઠનની સાથે જ હોવાનું ફલીત થાય છે જે કોંગ્રેસ માટે આત્મધાત સમાન છે કારણકે ગુપકર સંગઠનના મહેબુબા, નેશનલ અબ્દુલ્લાનો અવાજ લગભગ ભારતવિરોધી સંભળાય છે.

મહેબુબા એ તો એમ કહ્યું કે જ્યાં સુધી મને કાશ્મીરનો ધ્વજ નહીં મળે ત્યાં સુધી હું તિરંગો હાથમાં નહીં પકડુ. તિરંગા નું આ અપમાન ભારતનાં અપમાન બરાબર છે. તેમનું આ નિવેદન ભારત વિરોધી નિવેદન તરીકે ઓળખવું જોઇએ. આ સંગઠનના કેટલાંક નેતાઓએ ચીન અને પાકિસ્તાન જેવી ભારત વિરોધી તાકતો પાસે મદદ કરવાની ગુહાર લગાવી છે જે દર્શાવે છે તેઓ ભાજપ સાથે નહીં પરંતુ ભારત સાથે વિશ્વાસઘાત કરી રહ્યાં છે.

આ સંગઠનમાં મુખ્યત્વે સાત પાર્ટીઓ છે જેમાં નેશનલ કોન્ફરન્સ,પીપલ ડેમોક્રેટિક પાર્ટી, સીપીઆઈ.સીપીઆઈ એમ,જ.કા પીપલ કોન્ફરન્સ,અવામી નેશનલ કોન્ફરન્સ વગેરે સામેલ છે. ભાજપ એકલો લડે છે પણ તેના કાર્ય કર્તાઓની સુરક્ષા ના સવાલો ઉભા થયા છે.કેટલાકની હત્યાઓએ અનેક ભાજપના કાર્યકરો એ રાજીનામું આપવાની ફરજ પડી રહી છે.તોપણ ગૃહમંત્રી અમિત શાહે ગુપકર ગેંગની સફળ ન થવા દેવાની પ્રતિજ્ઞાકરી છે.અબ્દુલ્લા પોતાના એલાયન્સને ગેંગ સાથે સરખાવતાં ઉકળી ઉઠ્યા હતા. તેણે ભાજપને ટુકડેટુકડે ગેંગ ગણાવી હતી. આગામી દિવસો કાશ્મીર માટે ખૂબ પડકારરૂપ સાબિત થશે.22 ડિસેમ્બરના પરિણામ પર સૌની નજર રહેશે.

  • તખુભાઈ સાંડસુર

01 IMG_att80f.jpg

Right Click Disabled!