જામનગર : 50 વર્ષ જૂનો પુલ એકાએક ધરાશાયી થયો

જામનગર : 50 વર્ષ જૂનો પુલ એકાએક ધરાશાયી થયો
Spread the love

જોડિયાના ભાદરા ગામ પાસે કોસ્ટલ હાઈવે પરનો પુલ ધરાશાયી મોટી જાનહાનિ ટળી, કચ્છ તરફ જતો રસ્તો બંધ થતા વાહનોના થપ્પા લાગ્યાજામનગર જોડિયના ભાદરા ગામ પાસે કોસ્ટલ હાઈવ પરનો પુલ ધરાશાયી50 વર્ષ જૂના આ પુલનું છેલ્લા 5થી 6 વર્ષ સુધી સમારકામ જ કરવામાં આવ્યું નહોતું જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે કોસ્ટલ હાઈવે પરનો પુલ એકાએક ધરાશાયી થયો હતો પુલના બે કટકા થઈ જતા વાહનવ્યવહાર ખોરંભાયો છે. કચ્છ તરફ જતા રસ્તાને જોડતો આ પુલ અચાનક ધરાશાયી થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા

અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જો કે, આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે પોલીસ અને અધિકારીઓ દોડી ગયા છે.પુલ જૂનો હોવાથી ધરાશાયી થયાનું અધિકારીઓનું રટણ ભાદરા પાટીયાથી આમરણ તરફ જતા કેશીયા ગામ નજીક આવેલો પુલ ધરાશાયી થયો છે. આ માર્ગ કચ્છને જોડતો હોય હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ પોતાનો બચાવ કરતા રટણ કરી રહ્યા છે કે આ પુલ જૂનો હોવાથી તૂટી પડ્યો છે. પુલ જૂનો હોય તો સમારકામ કે નવો બનાવવાની દરખાસ્ત કોની તેવો સવાલ લોકોમાં ઉઠ્યો હતો.

પુલ ધરાશાયી થયો ત્યારે કોઈ જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ પણ ઉઠ્યો છે.38 મીટર લાંબો પુલ 50 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતોજામનગર-કચ્છ-મોરબીને જોડતો આ પુલ ધરાશાયી થયો છે. આ પુલ વર્ષ 1970માં બનાવવામાં આવ્યો હતો. પુલ જામનગર-કચ્છ-મોરબીને જોડતો 38 મીટર લાંબા હતો. આ પુલ ચાર પોલ પર બનાવાયો હતો. બે પોલ વચ્ચેથી તૂટતા ધરાશાયી થયો છે. આ પુલને છેલ્લા પાંચ-છ વર્ષથી રીપેર જ કરવામાં ન આવ્યાનું જાણવા મળ્યું છે.3 મહિના પહેલા કેશોદના બામણાસામાં સાબલી નદીનો પુલ ધરાશાયી થયો હતો.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે કેશોદ પાસેનો સાબલી નદીનો પુલ ત્રણ મહિના પહેલા ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થવાને કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાના પગલે જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેર, મામલતદાર તેમજ ટીડીઓ ઘટના સ્થળે પહોંચી લોકોના અવર જવર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી હતી.

1_1602849940.jpg

Right Click Disabled!