જામનગર : 232 બેડ અને આધુનિક સુવિધાથી સજ્જ વધુ એક કોવિડ હોસ્પિટલ ખુલ્લી મુકાઇ

જામનગર સ્વાસ્થ્ય સેવાઓ સુદઢ કરતા જી.જી.હોસ્પિટલમાં નવા લીનીયર એક્સિલરેટર તથા સી.ટી. સિમ્યુલેટર મશીન, ૨૩૨ પથારીની સુવિધા ધરાવતી આઘુનિક સાધનોથી સજજ કોલ હોસ્પિટલ, પોસ્ટ કોવિડ કાર્ડિયાક અને પલ્મોનરી રીહેબીલીટેશન સેન્ટર, અત્યાધુનિક એકસ-રે મશીન (૮૦૦ એમએ) અને પ્લાઝમા બેન્ક પ્રકલ્પનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે મંગળવારે સાંજે શહેરના એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર રવિશંકર, જામ્યુકોના કમિશનર સતિષ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
– રોહિત મેરાણી (જામનગર)
