જામનગર એસ.ટી. ડેપોમાં માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉલાળિયો

જામનગર એસ.ટી. ડેપોમાં હજારોની સંખ્યામાં રોજ મુસાફરોનું આવાગમન રહેતું હોય છે પરંતુ તંત્રના તમામ નિયમોનું સરેઆમ ઉલાળ્યા ડેપોમાં મુસાફરો અને ડેપોના કર્મચારીઓ કરી રહ્યા છે. જામનગર એસ.ટી.ડેપોમાં હજારોની સંખ્યામાં આવાગમન થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓએ એક પણ વાર ડેપોની મુલાકાત લીધી નથી. એસ.ટી.ડેપોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના કાયદાનું પાલન કરવામાં આવે તો દિનપ્રતિદિન વધતા કોરોના પોઝિટિવ કેસમાં થોડા અંશે નિયંત્રણ આવી શકે તેમ છે.
– રોહિત મેરાણી (જામનગર)
