જામનગર એસ. ટી. રોડ અને ડીકેવી પાસે મોટાપાયે વૃક્ષછેદન

જામનગર એસ. ટી. રોડ અને ડીકેવી પાસે મોટાપાયે વૃક્ષછેદન
Spread the love

જામનગર શહેરમાં સેવા સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળું બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અચૂક નઠારા તત્વો વર્ષો જૂના વૃક્ષોનું છેદન કરીને શહેરના વેરાન કરવામાં લાગ્યા છે. આવા જ વર્ષો જૂના વૃક્ષો એસટી રોડ પરથી તેમજ ડીકેવી પાસેથી કાપી નાખવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ ગયો છે.

જામનગરમાં આડેધડ અને સત્તાની જોર વૃક્ષ છેદન કોઈ નવી વાત નથી. આ અંગે વન વિભાગ કે મહાનગરપાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી જેના કારણે રાજકીય ઓથ ધરાવતા આવી વ્યક્તિઓની હિંમત ખૂલે છે. શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ રોડ પાસે બેન્ક ઓફ ઇન્ડિયા શાખા નજીક મસમોટા ઘટાટોપ વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો હતો. ત્યારે આવી જ નાપાક હરકત ડીકેવી પાસે કરવામાં આવી હતી જ્યાં મસમોટા ઝાડનો સોથ વાળી દેવામાં આવ્યો હતો. શહેરના મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર વૃક્ષ છેદનથી પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

– રોહિત મેરાણી (જામનગર)

photo-1.JPG

Right Click Disabled!