યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવા જિનપિંગનો આદેશ

યુદ્ધ માટે સેનાને તૈયાર રહેવા જિનપિંગનો આદેશ
Spread the love

બિજીંગ, ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગે ચીની સેના પિપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ને જંગ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે. ચીની પ્રમુખ ઝિનપિંગે દક્ષિણમાં આવેલા ગુઆંગડોંગના લશ્કરી મથકની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે સૈન્ય ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહે. મગજ સતત સતર્ક રાખે કેમ કે ગમે તે ઘડીએ લડાઈ કરવી પડી શકે છે. ઝિનપિંગે આ ઉપરાંત સૈનિકોને વફાદાર રહેવાની પણ સલાહ આપી હતી. એટલે કે તેમને ચીની સેનાની વફાદારી પર પણ શંકા છે.ગુઆંગડોંગમાં ચીની નૌકાદળનું મહત્ત્વપૂર્ણ મથક આવેલું છે.

ઝિનપિંગે તેની મુલાકાત લીધી હતી. ગુઆંગડોંગ ઈકોનોમિક ઝોનના ૪૦ વર્ષ થયા એ પ્રસંગે હાજરી આપવા ઝિનપિંગ આવ્યા હતા. આ બંદરથી તાઈવાન ૮૦૦ કિલોમીટર પણ દૂર નથી. તાઈવાન પર કબજો જમાવવાની ધમકી ચીન આપી ચૂક્યુ છે. સામે અમેરિકાએ તાઈવાનથી દૂર રહેવા ચીનને ધમકાવ્યુ છે. તાઈવાન મુદ્દે ચીન-અમેરિકા સામસામે છે. ચીનના વિરોધ વચ્ચે પણ અમેરિકા તાઈવાનને આધુનિક હથિયારો વેચવાનું છે. ભારતના પૂર્વ વિદેશ સચિવ શ્યામ સરણે એક મુલાકાતમાં કહ્યું હતું કે ચીન એશિયામાં પોતાને બિગ બોસ સાબિત કરવા માંગે છે.

ચીન ઈચ્છે છે કે આખું જગત એશિયાને ચીનની નજરથી જ જૂએ. માટે ચીન ધમપછાડા કરી રહ્યું છે. ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી સરહદી સંઘર્ષ ચાલે છે. એ વચ્ચે આ ઝિનપિંગનું વિધાન ઘણુ મહત્ત્વનું મનાય છે. કેમ કે ભારત-ચીન વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી પણ સમાધાન થઈ શક્યું નથી. સમાધાન ન થવાનું કારણ ઝિનપિંગ છે, કેમ કે સમાધાન થવા દેવા તેઓ ઈચ્છતા જ નથી. આ વિધાન દ્વારા ઝિનપિંગે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો.

content_image_bd6febee-dc7a-4824-b0c6-ecd3f11b7fcc.jpg

Right Click Disabled!