જૂનાગઢ : માંગરોળના કાલેજ ગામે પોઝિટિવ કેસ આવતા વધુ 1 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : માંગરોળ તાલુકાના કાલેજ ગામે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સદરહુ તાલુકાનાં કેટલાક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

કાલેજ ગામના જૂના વાણકરવાસમાં આવેલ કારીબેન મેપાભાઈ કાથડના મકાનથી આજુબાજુમાં આવેલ રમેશભાઈ વિરાભાઈ કાથડના મકાનથી વીરસુખભાઈ મંગાભાઈ કાથડના મકાનથી દક્ષિણ તરફ દેવીબેન હરસુખભાઈ કાથડના મકાન સુધી તેમજ મધુભાઈ મંગાભાઈ કાથડના મકાનથી પૂર્વ તરફ મંદિર સુધીનો વિસ્તાર તથા કારીબેન મેપાભાઈ કાથડના મકાનથી દક્ષિણ તરફ કરશનભાઇ વાલાભાઈ કાથડના મકાન સુધીનો વિસ્તાર કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તા.૫ ઓકટોબર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઇન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેક્શન તથા કોવીડ-૧૯ સંબંધિત ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શીક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!