જૂનાગઢ : મેંદરડા તાલુકામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ 1 માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : મેંદરડા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ મેંદરડા તાલુકાના ભાલછેલ ગામના વોર્ડ નં.૩ના જહીરભાઇ જે. વડાસરીયા તથા અબ્બાસઅલી વડાસરીયાનું મકાન માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જ્યારે મેંદરડા તાલુકાના ભાલછેલ ગામના હકાભાઇ મામદભાઇ વડસરીયા, શાહબુદીનભાઇ વીરાભાઇ વડસરીયા, અમીરઅલી અમરામભાઇ સમનાણીનું મકાન તથા ગૌશાળા તથા ગ્રામ પંચાયત સુધી બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૧૪ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેકશન તથા કોવીડ૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!