જૂનાગઢ : કેશોદમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ 10 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : કેશોદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સદરહુ તાલુકાનાં કેટલાક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કેશોદના પાણખાણ સર્વે નં. ૫૩/૧/પી-૧ વાડી વિસ્તાર.મેઘના સોસાયટી રાધીકા પાર્કમાં આવેલ રાજુભાઇ છોટુભાઇ સોલંકીના મકાનથી નાનજીભાઇ રામજીભાઇ ધોળકીયાના મકાન સુધીનો વિસ્તાર,રામવાડીમાં આવેલ ઉકાભાઇ દેવશીભાઇ પાનસેરીયાના ઘર થી નરેશભાઇ પરમાણંદભાઇ સોઢાના ઘર સુધીનો વિસ્તાર.

પીપલીયા નગર મઢી પાસે આવેલ વિક્રમભાઇ ભીખાભાઇ પીપલીયાના ઘરથી વિજયભાઇ સામજીભાઇ પીપલીયાનાં ઘર સુધીનો વિસ્તાર, દિપાલી-૨ ગોપાલનગરમાં આવેલ પુંજાભાઇ કારાભાઇ હડીયાનાં ઘરથી મહેશભાઇ બાબુભાઇ પટણીના ઘર સુધીનો વિસ્તાર, લક્ષ્‍મીનગર-૧ માં આવેલ કણસાગરા પ્રશાંતભાઇ કાંતિભાઇના મકાન (ગોકુલ) થી ચિમનભાઇ થોભણભાઇ પરસાણીયાનાં મકાન સુધીનો વિસ્તાર, આંબાવાડી જલારામ મંદિર રોડ માં આવેલ ડો. નવનીતભાઇ મથુરાદાસ વીઠલાણીનાં ઘરથી વિઠલાણી સાહેબની છેલ્લી દુકાન સુધીનો વિસ્તાર, સમર્પણ હોસ્પીટલનાં ક્વાર્ટરમાં આવેલ મુકેશભાઇ ભુષણભાઇ શ્રીવાસ્તવનાં મકાનથી ડો.ભાવસિંહભાઇ બાબુભાઇ મોરીના મકાન સુધીનો વિસ્તાર કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.

કેશોદના કાલવાણી ગામે વલ્લભભાઇ વીરજીભાઇ પાતરનાં ઘરથી જમનાભાઇ નથુભાઇ ભંભાણાનાં ઘર સુધી તેમજ કાળાભાઇ ગોકળભાઇ કોદાવાલાનાં ઘર સુધીનો વિસ્તાર, માધવજીભાઇ નથુભાઇ ભંભાણાનું મકાન, પ્‍લોટ વિસ્તાર કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૭ ઓકટોબર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઇન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેક્શન તથા કોવીડ-૧૯ સંબંધિત ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શીક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!