જૂનાગઢ : બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહની ઉજવણીમાં 470 મહિલા-કિશોરીઓ જોડાઇ

- રક્ષણ તાલીમ, માં-દિકરી સંમેલન, કિશોરી મેળો, એનિમિયા મેળો, તાલીમ સંવેદશીલતા અભિમુખતા કાર્યક્રમ, એક દિકરી ધરાવતા દંપતિનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાયા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી-૨૦૨૦ અંતર્ગત તા.૭ ઓગસ્ટ ૨૦૨૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ સુધી બેટી બચાવો બેટી પઢાઓ સપ્તાહની ઉજવણી જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસસ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર જૂનાગઢ અને કેશોદ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો, મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧(અભયમ) મહિલા હેલ્પલાઇન વગેરેના તમામ કર્મચારીઓએ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી વિવિધ ગ્રામ્યકક્ષાએ અને તાલુકાકક્ષાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
૧૦ દિવસીય સ્વરક્ષણ તાલીમ-વડાલ ખાતે, માં-દિકરી સંમેલન માળીયા હાટીના ખાતે, એનિમિયા મેળા મેંદરડા ખાતે અને કિશોરી મેળો કેરાળા ખાતે, એનીમિયા મેળો મેંદરડા ખાતે, માં-દિકરી સંમેલન મેંદરડા ખાતે અને તાલીમ અને સંવેદનશીલતા અભિમુખતા કાર્યક્રમ હરિપુર ખાતે અને ૧ દિકરી ધરાવતા દંપતિઓનું સન્માન દિકરીના નામથી વૃક્ષારોપણ તથા કોરોના યોદ્વાઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ૧૦૩ કિશોરીઓને રક્ષણ તાલીમ, માં-દિકરી સંમેલન, કિશોરી મેળો, એનિમિયા, માં-દિકરી સંમેલન, તાલીમ સંવેદનશીલતા અભિમુખતા કાર્યક્રમ, એક દિકરી ધરાવતા દંપતીનું સન્માન, દીકરીના નામથી વૃક્ષારોપણ, કોરોના યોદ્વાઓનું સમાન સહિતના કાર્યક્રમાં ૪૭૦ મહિલા અને કિશોરીઓ સહભાગી થઇ લાભ મેળવ્યો હતો. તે ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દિકરી વધામણાની ૬૦ કીટ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ
