જૂનાગઢ : કેશોદ, વિસાવદર સહિતના તાલુકામાં પોઝિટિવ કેસ આવતા વધુ 5 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : કેશોદ,વિસાવદર સહિતના તાલુકાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સદરહુ તાલુકાનાં કેટલાક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

વિસાવદરના સરસાઇ ગામે નાગજીભાઇ બાબુભાઇ સાવલીયાના મકાન થી અશ્વીનભાઇ રતીભાઇ સાવલીયાના મકાન સુધીના કુલ-૪૦ મકાનો.કેશોદના આલાપ કોલોનીમાં ખીમાભાઇ પાંચાભાઇ હડિયા ના ઘર થી હિતેષભાઇ માલમના ઘર સુધીનો વિસ્તાર. બડોદર ગામમાં આવેલ વણકરવાસમાં આવેલ બીજલભાઇ દેવાભાઇ પરમારના મકાનથી ગોવિંદ ભાઇ સોમાભાઇ મહીડાના મકાન સુધીનો વિસ્તાર. માળીયા હાટીના કિશાનપરા-૨ માં શ્રી ચારણુમાં ના મંદિર પાસે આવેલ ધર્મેશભાઇ દેવજીભાઇ ભલાણીનું રહેણાકી મકાન, જમાદાર કોલોની, પટેલ સમાજ પાછળ આવેલ યોગેશભાઇ ત્રિભોવનદાસ સોંઢાનું રહેણાંકી મકાન કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તા.૩ ઓકટોબર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઇન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેક્શન તથા કોવીડ-૧૯ સંબંધિત ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શીક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!