જૂનાગઢ : કેશોદ,વંથલી સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ ૭ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

જૂનાગઢ : કેશોદ,વંથલી સહિતના તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સદરહુ તાલુકાનાં કેટલાક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કેશોદના રાજ સિનેમાં પાછળ વિશાલભાઇ મોહનભાઇ ચોવટીયાનાં મકાન થી લઇને ભાવનાબેન ગીરીશભાઇ ટાંકના મકાન સુધીનો વિસ્તાર. વેરાવળ રોડ હરે ક્રિષ્ના એપાર્ટમેન્ટ પહેલા માળે બ્લોક નં. ૧૦૧ થી ૧૦૪ સુધીનો વિસ્તાર. ધાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ મુળુભાઇ ધોડાદ્રાના મકાનથી રામાભાઇ લાખાભાઇ સિંધલ નાં મકાન સુધીનો વિસ્તાર, કેશોદના અગતરાય જીતુભાઇ ગોવિંદભાઇ દાફડાનાં ઘરથી પ્રફુલભાઇ મનસુખભાઇ દાફડાના ઘર સુધીનો વિસ્તાર કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.
માળીયા હાટીનાના જુથળ ગામે મેઇન બજાર વિસ્તારમાં આવેલ વિનોદભાઇ મનજીભાઇ ત્રાંબડીયાનું રહેણાકી મકાન, આંબલગઢ ગામે ગૈા-શાળાની સામે આવેલ રાજેશભાઇ ભીમાભાઇ વાળાનું રહેણાંકી મકાન કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે. વંથલીના કણજા જાગાણી ફળીમાં આવેલ દિનેશભાઇ કેશવભાઇ જાગાણીનું મકાન કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.આ જાહેરનામું તા.૬ ઓકટોબર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઇન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેક્શન તથા કોવીડ-૧૯ સંબંધિત ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શીક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ
