જૂનાગઢ : ચોરી સહિતના ગુન્હાના આરોપીના વધુ 4 ગુન્હાઓ સામે આવ્યા

જૂનાગઢ : ચોરી સહિતના ગુન્હાના આરોપીના વધુ 4 ગુન્હાઓ સામે આવ્યા
Spread the love

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટ નો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે.જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફના અનકભાઇ ,વિક્રમસિંહ, વિકાસભાઈ, મોહસીનભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ચોરીના કેસમાં રીક્ષા ગેંગના પકડાયેલ આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો.

તાજેતરમાં જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં ચોરીના કેસમાં રિક્ષા ગેંગના પકડાયેલ આરોપી ભરતભાઇ કિશોરભાઈ ચાવડા રજપૂત ઉવ. 28 રહે. જેતપુર રોડ, હેપીહોમ સોસાયટી, ગોંડલ જી. રાજકોટની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે રીક્ષા ગેંગના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભરતભાઇ કિશોરભાઈ ચાવડા રજપૂતની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હામાં પકડાયેલા નહીં હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જી. ચૌધરી, પીએસઆઇ જે. એચ. કછોટ તથા સ્ટાફના અનકભાઇ, વિક્રમસિંહ, વિકાસભાઈ, મોહસીનભાઈ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી ભરતભાઇ કિશોરભાઈ ચાવડા રજપૂતની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી ભરતભાઇ કિશોરભાઈ ચાવડા રજપૂત 2016ની સાલમાં બોટાદ પોલીસ સ્ટેશનમાં જુગારના 01 કેસમાં, 2018 ની સાલમાં રાજકોટ જિલ્લાના ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારના 01 કેસમાં, તેમજ સને 2020 ની સાલમાં રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનના 01અને જાહેરનામા ભંગના 01 મળી 02 ગુન્હાઓ મળી, કુલ 04 કેસમાં/ગુન્હાઓમાં પકડાયેલ આંતરજિલ્લા આરોપી હોવાની વિગતો, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ આરોપી આરોપી ભરતભાઇ કિશોરભાઈ ચાવડા રજપૂત પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી આંતર જિલ્લા આરોપી નીકળ્યો હતો અને પોકેટ કોપ એપ્લિકેશનદ્વારા આરોપીની પોલ ખોલી નાખતા, ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલહતો અને બોટાદમાં પોતે વાહન છોડાવવા ગયેલ હોવાનો લુલો બચાવ પણ કરવા લાગેલ હતો. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે *વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201015-WA0051.jpg

Right Click Disabled!