જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો GOOGLE MEET વેબિનાર

જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો GOOGLE MEET વેબિનાર
Spread the love

જૂનાગઢ : બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ગુગલ મીટના માધ્યમ થી કિશોરી મેળો યોજાયો હતો.જેમાં દિકરીઓને માસિકધર્મ સ્વાસ્થય જાળવણી અંગેની સમજ તેમજ કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઓછું થાય તે માટે શું કાળજી રાખવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. દિકરીઓ કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે તેમનામાં શારીરિક-માનસિક બદલાવ આવે છે. જે શારીરિક-માનસિક થતાં ફેરફારો અંગે ખુલ્લીને પરિવારમાં ચર્ચા કરી શકતા નથી. જેમનો એક મુદ્દો ખુબ જ સંવેદનશીલ છે તે છે માસિકધર્મ વિશેની જાણકારી. દિકરીઓને માસિકધર્મ દરમિયાન યોગ્ય માર્ગદર્શન, સ્વચ્છતા અને તકેદારીની સમજ મેળવે, શારીરિક-માનસિક થતાં ફેરફારથી પરિચિત થાય તે ઉદેશ્યને સિધ્ધ કરવાના હેતુસર બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કિશોરી મેળો GOOGLE MEET વેબિનાર દ્વારા યોજવામાં કિશોરી મેળો યોજવામાં આવ્યું હતું.

જેમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર પર કર્મચારીઓ દ્વારા પોતાના વિસ્તારની કિશોરીઓને GOOGLE MEET વેબિનારમાં સોશ્યલ ડીન્સન્ટ સાથે સહભાગી કરવામાં આવી હતી. દિકરીઓને માસિકધર્મ સ્વાસ્થય જાળવણી અંગેની સમજ આપવામાં આવી તેમજ કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઓછું થાય તે માટે શું કાળજી રાખવી તે અંગેનું માર્ગદર્શન આપ્યું અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ દિકરીઓનું શિક્ષણ અને જન્મદરમાં વધારો થાય તે માટેનાં શપથ લેવડાવવામાં આવ્યા. સહભાગી થયેલ કિશોરીઓને સેન્ટર પરથી માસિકધર્મ સ્વાસ્થય જાળવણી કીટ વિતરણ કરવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

1602762709281_google-meet-beti-bacho.jpg

Right Click Disabled!