જૂનાગઢ : કૃષિ મંત્રીશ્રી આર.સી ફળદુના હસ્તે ભેંસાણ તાલુકાના 11 પ્રગત્તિશીલ ખેડૂતનું સન્માન

Spread the love

જૂનાગઢ : કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુના હસ્તે આજે ભેંસાણ તાલુકાના નવ પ્રગતિશીલ ખેડુતોનો સન્માન કર્યુ હતુ. કૃષિમંત્રીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલ સમારોહમાં રાનીપશુના રક્ષણ માટે કોઠાસૂઝથી દિવાદાંડી બનાવી ઉભા પાકનું રક્ષણ માટે ખંભાળીયા ગામના હરીભાઇ ઠુંમર, મધમાખી ઉછેર તથા માર્કેટીંગ માટે સુખપુરના આષિશભાઇ પટોળીયા, ગ્રીનહાઉસ, નેટહાઉસમાં પપૈયા, ટેટી અન્ય રોકડીયા પાકની ડ્રીપ દ્વારા ખેતી માટે સાકરોળાના કાળુભાઇ કટીર, આર્ગેનીક ડ્રેગન ફ્રુટની ડ્રીપ દ્વારા ખેતી માટે છોડવડી ગામના વશરામભાઇ કથીરીયા, નફાકારક શાકભાજી પાકોની ખેતી માટે ખજૂરી હડમતિયા દિલીપભાઇ મોવણીયા, ઉપરાંત ડો.સુભાષ પાલકેર ગાય આધારીત સજીવ ખેતી માટે ચણાકા ગામના હરસુખભાઇ રામાણી, હકાભાઇ રામાણી, આર્ગેનીક ખેતી દ્વારા ખેત ઉત્પાદન-વેચાણ આત્મા જૂથ દ્વારા ખેડૂતને માર્ગદર્શન માટે છોડવડીના ભાવેશભાઇ વઘાસીયા, ઉમરાળી ગામના રાહુલભાઇ વધારીયા, ચુડા ગામના ચણાભાઇ ખુમાણ, ચણાકાના મહેશભાઈ ડોબરિયા ને દેશી ગોળના વેચાણ માટે અને ગોરખપુરના શૈલેષભાઈ રામાણીને ઉનાળુ તલમાં કાળા તલની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવતા સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

Right Click Disabled!