જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓને સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટની તાલીમ અપાઇ

જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓને સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટની તાલીમ અપાઇ
Spread the love

જૂનાગઢ : બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માર્શલ આર્ટની દસ દિવસીય તાલીમ સાંત્વન દિવ્યાંગ દિકરીઓની સંસ્થા ખાતે યોજાઈ હતી. હાલનાં સમયમાં સમાજમાં દીકરીઓ છેડતી, અપહરણ, એસીડ અટેક, વગેરે જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓનો જાણે-અજાણ્યે ભોગ બનતી રહે છે. આવા ગુનાઓનો ભોગ બનતા પહેલાં દીકરીઓ શારીરિક-માનસિક રીતે સક્ષમ બને અને સંજોગો મુજબ સામનો કરવાની હિંમ્મત દાખવીને પોતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ મળે તે હેતુસર બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત સાંત્વન-દિવ્યાંગ દીકરીઓની સંસ્થા ખાતે સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટનું દસ (૧૦) દિવસીય તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા કાનુની સેવા સતા મંડળ- જૂનાગઢના સચિવ આટોદરીયા,જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગર જસાણી, દહેજ પ્રિબંધક સહ રક્ષણ અધિકારી-પ્રફુલ જાદવ, મહિલા શક્તિ કેન્દ્રનાં સ્ટાફ, ફિલ્ડ ઓફિસર, ૧૮૧ (અભયમ) મહિલા હેલ્પલાઇનનાં કર્મચારીની ઉપસ્થિતિમાં તાલીમ પ્રારંભ કરવામાં આવી હતી. કરાટે ગોલ્ડમેડાલીસ્ટ નાઝનીન ખાન દ્રારા દીકરીઓને સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટસની તાલીમ આપવામાં આવી હતી. જેમાં કુલ-૩૨ દીકરીઓ સહભાગી બની હતી. તેમની કાર્યક્ષમતા પ્રમાણે અલગ-અલગ તાલીમ આપવામાં આવે. જેમાં બેઝીક એક્સરસાઇઝ, પંચ, કિક, અટેક ડિફેન્સ, પોઇન્ટ સ્ટેપ્‍સ, સીટ-અપ, સ્ટેચીંગ વગેરેની તાલીમ આપવામાં ખવી. ત્યારબાદ દીકરીઓને બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

self-defence-talim-3.jpg

Right Click Disabled!