જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા સેમેસ્ટર-3નું પરિણામ જાહેર

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા સેમેસ્ટર-3નું પરિણામ જાહેર
Spread the love

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જુનાગઢ દ્વારા ડિસેમ્બર-૨૦૨૦માં લેવામાં આવેલ સેમેસ્ટર-૩ ની પરીક્ષાઓ પૈકી એમ.એ.(ઇંગ્લીશ) ૮૬.૪૮ ટકા, એમ.એ.(ગુજરાતી) ૯૬.૨૨ ટકા, એમ.એ.(હિન્દી) ૯૪.૧૧ ટકા, એમ.એ.(હિસ્ટ્રી) ૧૦૦ ટકા, એમ.એ.(સાયકોલોજી) ૧૦૦ ટકા, એમ.એ.(સંસ્કૃત) ૧૦૦ ટકા, એમ.એ.(સોશ્યોલોજી) ૭૮.૨૨ ટકા, એમ.એસ.સી. (માઇક્રોબાયોલોજી) ૯૫.૨૩ ટકા, એમ.એસ.સી. (ઝુલોજી)૧૦૦ ટકા, એમ.એસ.સી. (બોટની) ૧૦૦ ટકા, એમ.આર.એસ. નું ૪૫.૪૫ ટકા, એમ.એસ.ડબલ્યુ. નું ૫૧.૬૧ ટકા, એમ.એસસી. (હોમ સાયન્સ) નું ટકા તથા એમ.એસસી. (આઇટી.એન્ડ સીએ) નું ૯૮.૬૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

જાહેર થયેલ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસાં આપેલ લીંક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે. બાકી રહેલ પરિણામો પણ વહેલીતકે જાહેર કરી દેવામાં આવશે તેવું ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ પ્રો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210208-WA0046.jpg

Right Click Disabled!