જૂનાગઢ : કોવિડ-19ના પગલે દાતાર ઉર્ષ મેળાની ઉજવણી બંધ રહેશે

Spread the love
  • પરંપરાગત ધાર્મિક વિધિ સાદાઈ થી કરાશે

જૂનાગઢ : નીચલા દાતાર ખાતે ઉર્ષ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે આ વર્ષે વર્ષ ૨૦૨૦માં દાતારનો મેળો તારીખ ૨૭/૧૦/૨૦૨૦ થી તા. ૩૦/૧૦/૨૦૨૦ સુધી યોજાનાર જે આ વખતે બંધ રાખવામાં આવેલ છે. ધાર્મિક વિધિ પરંપરાગત રીતે સાદાઈથી કરવામાં આવશે જેની તમામ ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા મામલતદાર જૂનાગઢ શહેરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!