જૂનાગઢ : મુખ્યમંત્રીના હસ્તે કેશોદ ખાતે રૂા.25.53 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત/લોકાર્પણ

Spread the love
  • રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સામૂહિક અભિવાદન કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૨૦ ના રોજ કેશોદ ખાતે રૂા.૨૫.૫૩ કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત/લોકાર્પણ કરશે. તેમજ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં આયોજીત સામુહિક અભિવાદન કાર્યક્રમમાં વર્ચયુલી સહભાગી થશે. મુખ્યમંત્રીશ્રી કેશોદ ખાતે બપોરે ૨ કલાકે આઇટીઆઇ કેમ્પસથી માર્ગ મકાન વિભાગના વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જેમાં રૂ. ૩.૬૫ કરોડના ખર્ચ બનનાર વંથલી તાલુકા સેવા સદનનું ખાતમૂહુર્ત, રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા પંચાયત કચેરી વંથલીનું ખાતમૂહુર્ત.

રૂ.૨.૪૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ તાલુકા પંચાયત કચેરી નું લોકાર્પણ , રૂ. ૨.૮૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ ચોકી (સોરઠ)થી સ્ટેટ હાઇવે રોડ ઉબેણ નદી પર હયાત કોઝવેની જગ્યાએ પુલનું લોકાર્પણ, રૂ. ૨.૦૭ કરોડના ખર્ચના ખડિયાથી પાતાપુર રોડનુ લોકાર્પણ, રૂ. ૩.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ભાટીયાથી થાણાપીપળી રોડ (તા. વંથલી)નુ ખાતમૂહુર્ત , રૂ. ૨.૨૫ કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરા ઘેડથી મંડેર રોડ (તા. માંગરોળ)નું ખાતમૂહુર્ત, રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે તૈયાર થનાર ખમીદાણાથી ઇસરા રોડ (કેશોદ)નું ખાતમૂહુર્ત , અને રૂ. ૪ કરોડના ખર્ચે તૈયાર થનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના ખાતમૂહુર્ત યોજાશે.

તેમજ રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં આયોજિત સામૂહિક અભિવાદન કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે. કેશોદ ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર આ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદશ્રી રાજેશભાઇ ચૂડાસમા સાસંદ શ્રી રમેશભાઈ ધડુક,ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ,ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોષી, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ અન્ય પદાધીકારીઓ અધીકારીઓ સહભાગી થશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

Right Click Disabled!