જૂનાગઢ : મેંદરડામાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : મેંદરડા તાલુકાના ગુંદાળા ગામે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સદરહુ તાલુકાનાં કેટલાક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. મેંદરડાના ગુંદાળા ગામે મુનાભાઇ જીકાભાઇ મહેતાનું મકાન, ભીખાભાઇ હંસરાજભાઇ કાચાનું મકાન, પડતર જમીન તથા જેન્તીભાઇ હંસરાજભાઇ કાચાનું મકાન કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવેલ છે.

આ જાહેરનામું તા.૨ ઓકટોમ્બર સુધી અમલમાં રહેશે. કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઇન મુજબ સેનીટાઈઝેશન, ડીસઈન્ફેક્શન તથા કોવીડ-૧૯ સંબંધિત ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શીક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!