જૂનાગઢ જિલ્લા પ્રાકૃતિક કૃષિ મંડળની બેઠક યોજાઇ

જૂનાગઢ જિલ્લા પ્રાકૃતિક કૃષિ મંડળની બેઠક યોજાઇ
Spread the love

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલ મંડળો-પ્રગતિશીલ ખેડૂતો સાથે જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષસ્થાને ખેડૂત તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ.એમ.કાસુન્દ્રાએ જિલ્લામાં ૧૧૯૮ લાભાર્થીઓને દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક રૂ.૧૦૮૦૦ નિભાવ સહાય આપવાની અરજીઓ મંજુર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ઉપરાંત તાલુકા દિઠ કિશાન ગોષ્ઠી, કિસાન તાલીમ, તાલપત્રી, હેન્ડબીલ વિતરણ, ગામ મુજબ સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરવા, મોડેલ કૃષિ ફાર્મ તૈયાર કરવા, ખેડૂતોનેા પ્રેરણા પ્રવાસ યોજવા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની માર્કેટીંગ વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં નાયબ બાગાયત નિયામક ઉસદડીયા, નાયબ ખેતી નિયામક પરસાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી દિપક રાઠોડ, પ્રગતિશીલ ખેડૂતો તેમજ મહિલા ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

krushi-metting-1.JPG

Right Click Disabled!